‘તમે લોકોના દિલ જીતી રહ્યા છો’ દિલજીત દોસાંઝ ઙખને મળ્યા બંન્નેની મુલાકાતનો વીડિયો ઙખ મોદીના ઇન્સ્ટા પર શેર કરાયો
વર્ષ 2025ની શરૂૂઆતમાં દિલજીત દોસાંઝ પીએમ મોદીને મળ્યા છે. જેનો વીડિયો પીએમ મોદીના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી અને દિલજીત એકસાથે વાતચીત કરતા જોવા મળે છે. વિડીયો સાથેના કેપ્શનમાં લખ્યું છે- એક ખૂબ જ યાદગાર વાર્તાલાપ,
તેઓ પીએમ મોદીને જોતાની સાથે સલામ કરે છે.
જ્યારે મોદીજીએ બ્રાઉન કલરની શેરવાની પહેરી છે. દિલજીતને મળ્યા બાદ તે પોતાની ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળે છે. આ દરમિયાન પીએમ મોદી પણ દિલજીત દોસાંજને ફૂલોનો ગુલદસ્તો ગિફ્ટ કરતા જોવા મળે છે. આ સિવાય તેમની ખાસ મુલાકાતની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. કેટલીક તસવીરોમાં બંને વાત કરી રહ્યાં છે તો કેટલીક તસવીરોમાં પીએમ મોદી દિલજીતને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યાં છે.
વાયરલ વીડિયોમાં પીએમ મોદી સિંગર દિલજીત દોસાંજના વખાણ કરતા જોવા મળે છે. તે કહે છે કે તેને જોઈને સારું લાગે છે કે એક ખેડૂતના ગામડાનો છોકરો તેનું નામ દુનિયામાં પ્રખ્યાત કરે છે. આ દરમિયાન દિલજીત મોદીજીની સામે પંજાબી ગીત ગાતો પણ જોવા મળ્યો હતો.