For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના ગામડે-ગામડે શરૂ કરાશે યોગ કલાસ, તાલીમ બાદ ટ્રેનરોને અપાશે પગાર

03:41 PM Aug 11, 2025 IST | Bhumika
ગુજરાતના ગામડે ગામડે શરૂ કરાશે યોગ કલાસ  તાલીમ બાદ ટ્રેનરોને અપાશે પગાર

ગુજરાત સરકાર યોગને દરેક ગામ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ, રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો હેતુ દરેક ગામમાંથી બે થી ચાર વ્યક્તિઓને યોગ શિક્ષક તરીકે તૈયાર કરવાનો છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ તાલીમાર્થીઓને 100 કલાકની સઘન તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ગામમાં યોગ વર્ગો શરૂૂ કરી શકે આ પ્રયાસ દ્વારા ગુજરાતને 365 દિવસ યોગ કરતું રાજ્ય બનાવવાનું લક્ષ્ય છે.

Advertisement

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા હવે રાજ્યના ગામડાઓમાં યોગનો પ્રચાર કરવામાં આવશે. આ માટે દરેક ધારાસભ્યના સહયોગથી યોગ સંવાદ અને યોગ શિબિર કાર્યક્રમો યોજાશે. ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં આવા સૌપ્રથમ યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ગામના યુવાનોને 100 કલાકની તાલીમ આપીને યોગ ટ્રેનર બનાવવામાં આવશે, જેઓ ગામડે-ગામડે યોગના વર્ગો ચલાવશે. આ ટ્રેનરોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ આપવામાં આવશે.

આ પહેલના ભાગરૂૂપે દરેક ધારાસભ્યના માર્ગદર્શનમા યોગ સંવાદ અને યોગ શિબિર નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ગામના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને યોગ સાથે જોડવાનો છે. આનો પ્રથમ પ્રયોગ ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય સરદાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે, જ્યાં ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

આ કાર્યક્રમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ દરેક ગામમાંથી બે થી ચાર વ્યક્તિઓની પસંદગી કરવાનો છે, જેમને યોગ ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ તાલીમાર્થીઓને 100 કલાકની સઘન તાલીમ આપવામાં આવશે, જેમાં યોગના મૂળભૂત સિદ્ધાંતો, આસનો અને શ્વસન ક્રિયાઓનો સમાવેશ થશે.
તાલીમ પૂરી થયા બાદ આ ટ્રેનરો પોતાના ગામમાં નિયમિત યોગ વર્ગો ચલાવશે. તેમને આ સેવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ આપવામાં આવશે

Advertisement
Tags :
Advertisement
Advertisement