રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હા.બોર્ડ, સ્લમ ક્લિયરન્સ સેલની પેનલ્ટીમાં 100 ટકા માફી યોજના લંબાવાઈ

06:38 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા. 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવીને 100 ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 61,310 જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement