અરે વાહ! અમદાવાદથી ચારધામની યાત્રા માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર શરૂ થશે
શહેરમાં આવેલ એર ચાર્ટર કંપની એરોટ્રાન્સ સર્વિસીઝે 6 ઓક્ટોબર, 2024ના રોજ ચાર ધામ ખાતે હેલિકોપ્ટર ચાર્ટર સર્વિસીઝ શરૂૂ કરી છે. આ સર્વિસીઝમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ઉપરાંત દહેરાદૂનની આસપાસના વધારાના હેલિકોપ્ટર ચાર્ટર્સને આવરી લેવામાં આવ્યા છે. એરોટ્રાન્સ એ ચાર ધામ ખાતે કામગીરી કરનાર ગુજરાતની પહેલી કંપની છે જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુગમતાભરી એર ટ્રાન્સપોર્ટ પૂરી પાડે છે. જો કે, આ માટે અંદાજે બે લાખનો ખર્ચ થશે.
આ ઉપરાંત હોટલ બુક કરવાની થાય તો બે લાખથી વધારે ખર્ચ થઈ શકે તેમ છે. ચાર ધામ હેલિકોપ્ટર ચાર્ટર સિઝન દર વર્ષે મે-જૂન અને સપ્ટેમ્બર-ઓક્ટોબર આસપાસ ઉપલબ્ધ છે. દરેક સિઝન આશરે 45 દિવસ સુધી ચાલશે. દરેક સિઝનની શરૂૂ થવાની અને પૂરી થવાની તારીખો ઉત્તરાખંડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એરોટ્રાન્સનું હાલની સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 સિઝન માટેનું બુકિંગ પૂરેપૂરું વેચાઈ ચૂક્યું છે.
હવે મે-જૂન, 2025 સિઝન માટેનું બુકિંગ જાન્યુઆરી 2025માં શરૂૂ થશે. પૂછપરછ માટે ઇ-મેલ કરો: ભવફિયિિં ફયજ્ઞિિફિંક્ષત.શક્ષ સાથે જ વેબસાઇટ: ૂૂૂ.ફયજ્ઞિિફિંક્ષત.શક્ષ પર વિઝીટ કરી શકો છો. જોકે આ સર્વિસમાં તમારે અંદાજીત 2 લાખ રૂૂપિયાનો ખર્ચ આવી શકે છે. સાથે જે જો તમે હોટલ સર્વિસ જોઈતી હશે તો તેનો ખર્ચ અલગથી આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચારધામની યાત્રામાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ દર્શને જતા હોય છે. આ યાત્રા થોડીક સરળ બને તે અર્થે આ ભક્તો માટે કંપની દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એરોટ્રાન્સ એ ગુજરાતની પહેલી એવી કંપની બની ગઈ છે કે જે હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓને સુગમતાભરી ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડશે.