રાજકોટ દવા લેવા બહેનના ઘરે આવેલા અરડોઈના યવાનનું મોત
06:06 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
હિમોગ્લોબીન ઓછું હોવાથી ગઈકાલે સિવિલમાં દવા લીધી હતી
કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે રહેતો મહેશ પમાભાઈ બગડા (ઉ.28) નામનો યુવાન રાજકોટમાં કુવાડવા રોડ પર રોહિદાસપરામાં રહેતા તેના બહેનના ઘરે આવ્યો હતો. ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો ત્યારે રિપોર્ટ કરાવતા લોહીના ટકા અને હિમોગ્લોબીન ઓછું આવ્યું હતું. બાદમાં આજે સવારે તેના બહેનના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં ફરી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું તથા દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરરી કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement