પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા સુતા હનુમાનની બાજુની ગલીમાં પુનિત સોસાયટી નજીક રહેતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ જારી રાખી છે.
મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ ઉપર સુતા હનુમાનની બાજુની ગલીમાં રામેશ્ર્વર મંદિર પાસે રહેતી પુનમબેન આશિષભાઈ મહેતા નામના 32 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઈ લેતાં તેમના પરિવાર જોઈ ગયા હતાં અને 108ને ફોન કરતા ઈએમટી આરતીબેન સહિતના સ્ટાફે તેણીને નીચે ઉતારી મૃત જાહેર કરી હતી.
તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ભક્તિનગર પોલીસના સ્ટાફને જાણ કરવામાં આવતા પીેએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી જઈ કાગળો કર્યા હતાં અને બનાવનું કારણ જાણવા પરિવારની પુછપરછ કરવામાં આવી હતી.
પુનમબેન મહેતાના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે. મહિલાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. તેમજ તેમના પતિ વેપાર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.