ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વૃદ્ધ સામે ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ, કલેકટરનો ખુલાસો પૂછાયો

04:03 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં 2023માં મિલ્કતના ખોટા કબજાના આરોપ સબબ 65 વર્ષીય એક વૃધ્ધની ગેરકાયદે અટકાયત કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટરનો ખુલાસો માંગ્યો છે.

Advertisement

હાઈકોર્ટની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર પાસેથી ફરજમાં બેદરકારી મામલે તેમની વિરૂૂદ્ધ શા માટે કાર્યવાહી ના કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો. ચીફ્ જસ્ટિસે રાજય સરકારને ઝાટકતાં જણાવ્યું હતું કે, આ કોઇ સામાન્ય ભૂલ નથી. તમે આ પ્રકારે લોકોને ખોટી રીતે હેરાન ના કરી શકો. તમારી ભૂલના કારણે અરજદારને જેલમાં જવુ પડયુ, તેથી અમે ગૃહ સચિવને તપાસ સોંપી રહ્યા છીએ. આ પ્રકારની સખ્તાઇ કોઇપણ રીતે સાંખી શકાય નહી.હાઈકાકેર્ટે આ કેસની વધુ સુનાવણી તા.28 ઓગસ્ટના રોજ મુકરર કરી હતી.

હાઇકોર્ટે ગંભીર નારાજગી સાથે જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહીબીશન)એકટ-2020 હેઠળ રચાયલેી કમીટી દ્વારા કરાયેલી તપાસના મૂળ રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, સીટી ડેપ્યુટી કલેકટર (અમદાવાદ પૂર્વ)ના અહેવાલની તપાસ કરીને રેકોર્ડની તપાસ કર્યા વિના જ પ્રસ્તુત કેસમાં એફ્આઇઆર માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો. કલેકટરના વડપણ હેઠળની કમીટી અરજદાર વિરૂૂધ્ધ એફ્આઇઆર દાખલ કરવાના નિર્ણયમાં બહુ કેઝયુઅલ રીતે વર્તી છે અને તેના કારણે, 65 વર્ષના આ વૃધ્ધ અરજદારને સાત દિવસ જેલના સળિયા પાછળ રહેવુ પડયુ હતું. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા કલેકટરના વડપણ હેઠળની કમીટી ઓરીજનલ રેકોર્ડની તપાસ કર્યા વિના અને માત્ર સીટી ડેપ્યુટી કલેકટર(અમદાવાદ પૂર્વ)ના અભિપ્રાય કે જે ખોટો હતો, તેના આધારે જે પ્રકારે વર્તી છે તે મામલામાં તપાસ કરવા માટે રાજયના ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને સૂચિત કરવામાં આવે.આ સમગ્ર મામલે તત્ત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર અને કમીટીના અન્ય સભ્યોને આગામી મુદતે ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.

અરજદાર વૃધ્ધ દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, તેમને આ કેસમાં ખોટી રીતે લેન્ડ ગ્રેબર દર્શાવી દેવાયા હતા. વાસ્તવમાં તેઓ 1975ના ભાડા કરારના અમલના ભાગરૂૂપે મિલ્કતનો કબ્જો ધરાવતા હતા અને તે પેટે પ્રતિવાદી ફરિયાદીને નિયમિત ભાડુ પણ ચૂકવતા હતા. તેમણે આ તમામ પુરાવા અને રજૂઆત તત્કાલીન કલેકટરની અધ્યક્ષતાવાળી કમીટી સમક્ષ પણ રજૂ કર્યા હતા પરંતુ કમીટી દ્વારા તેમના ખુલાસા અને પુરાવાને અવગણીને પ્રસ્તુત કેસમાં ખોટી રીતે તેમની વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી દેવાઇ હતી, જેના કારણે તેમને ખોટી રીતે જેલમાં જવાનો વારો આવ્યો હતો.

Tags :
AhmedabadAhmedabad newscrimegujaratgujarat newsLand grabbing
Advertisement
Next Article
Advertisement