રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

2014 બાદ ખોટી નીતિઓથી અર્થ વ્યવસ્થા બગડી: ચરણસિંહ

06:23 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ખેડૂતોને લઘુતમ મૂલ્ય સમર્થન આપવાની કાયદાકીય ગેરેન્ટી આપવામાં આવશે. નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં તેમની ખોટી નીતિઓના કારણે દેશની અર્થ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. ખેડૂતોથી ડરીને મોદી સરકાર અંગ્રેજોની દમનકારી નીતિને યાદ કરાવે છે. ન્યાયના પંથ ઉપર કોંગ્રેસે પહેલી ગેરેન્ટી આપતા 15 કરોડ પરિવારોની સમૃદ્ધિ નિશ્ચિત થાય તે માટે સ્વામીનાથન કમિશનના રિપોર્ટ મુજબ ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદન ઉપર લઘુતમ કિંમત આપવાની ગેરેન્ટી આપી છે. દિલ્હી તરફ કિશાનો એ કરેલી કુચને અટકાવવા માટે મોદી સરકારે બળનો પ્રયોગ કરીને ખેડૂતોને અટકાવવાં પ્રયાસ કર્યો છે. ખેત ઉત્પાદન માટે ખેડૂતોને લઘુતમ સમર્થન મૂલ્ય આપવા સંદર્ભ નરેન્દ્ર મોદીએ પ્રથમ આંદોલન વખતે આપેલ વાયદાને ભૂલીને ખેડૂતોને છેતર્યા છે તેની માટે દેશનું માફી માંગવી જોઈએ. તેમ સરકાર પર પ્રહાર કરતા રાજકોટની મુલાકાતે આવેલા કોંગે્રસના રાષ્ટ્રીય મિડિયા પેનાલિસ્ટ ચરણસિંહ સપ્રાએ જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા 10 વર્ષનો મોદી સરકારનો કાર્યકાળ એ અન્યાયનો કાર્યકાળ છે. મોંઘવારી આકાશને અડી રહી છે અને બેરોજગારીનો સતત ઉપર જઈ રહ્યો છે. દર વર્ષે 2 કરોડ યુવાનોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો તેનાથી વિપરીત અત્યારે 30 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે. કેન્દ્રમાં યુપીએ સરકાર વખતે કર્મચારીઓની સંખ્યા 3328027 હતી તે અત્યારે મોદી સરકારમાં ઘટીને 3167143 થઈ છે. કોરોનાની મહામારી પહેલા બેરોજગારીનો અંક 45 વર્ષનો સૌથી ઉપર હતો. લોકોની આવકમાં વધારો થઈ રહ્યો નથી જેના કારણે 2022-23 ના ઘરેલુ ખર્ચ પર લોકો જીવી રહ્યા છે અને ઘરેલુ બચત ઘટીને 50 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી છે. અમેરિકાના ડોલરની સામે ભારતનો રૂપિયો રેકોર્ડ સ્તરે નીચો ગયો છે. સાર્વજનિક ક્ષેત્રોની બેન્કોની નોન પરફોર્મન્સ એસેટ 7 ગણી વધી છે. યુપીએ સરકારમાં 2004થી 2014 ની વચ્ચે આ રકમ 8 લાખ કરોડ હતી જે મોદી સરકારની 2014 થી 2023 વચ્ચે વધીને 55.5 લાખ કરોડ રૂૂપિયા થઈ છે. લેખિત લોનના કિસ્સા માં પણ એવું જ છે. યુપીએ સરકારમાં 2.2 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. જે મોદી સરકારે 14.56 લાખ રૂૂપિયા માફ કર્યા છે.

યુપીએ સરકારમાં પેટ્રોલની કિંમત 71 રૂપિયા પ્રતિલિટર હતી. કાચા તેલનો ભાવ ખૂબ નીચે થયો તો પણ મોદી સરકારે પેટ્રોલની કિંમત 96 રૂૂપિયા પ્રતિ લિટર છે. યુપીએ સરકારમાં ડીઝલની કિંમત 57 રૂૂપિયા પ્રતિ લિટર હતી આજે તે 90 રૂૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. યુપીએ સરકારમાં એલપીજી સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હતી જે અત્યારે 1000 રૂૂપિયાની આસપાસ છે. ખેડૂતની 1 દિવસની આવક અત્યારે 27 રૂપિયા થઈ ગઈ છે. ખેડૂતો ખાતર અને કૃષિ ઉપકરણ ઉપર લગાવવામાં આવેલ જીએસટી અને મોંઘા ડીઝલનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

મોદી સરકારની આ રીતભાત અને આંદોલનને દબાવવા માટેની પ્રક્રિયા તેની દમનકારી નીતિ અંગ્રેજોના શાસનની યાદ અપાવે છે. અમારો પ્રશ્ન એ છે કે અન્ન દાતા પ્રધાનમંત્રી અને સરકાર પાસે ન્યાય ન માંગે તો કયા જાય. ખેડૂતોમાં આંદોલન શાંતિપ્રિય રીતે ચાલી રહ્યું છે ત્યારે રસ્તા પર ખીલ્લા અને તાર શા માટે બાંધવામાં આવ્યા છે.

Tags :
Congressgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement