રાજકોટમાં હાર્ટએટેકથી વધુ બે હૃદય થંભી ગયા
નવા થોરાળાના યુવાન અને વૈશાલીનગરમાં આધેડનું મોત થતાં પરિવારમાં ગમગીની
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હદય રોગના હુમલાથી વધુ બે લોકો શ્ર્વાસ થંભી ગયા હતા જેમાં નવા થોરાળામાં રહેતો યુવાન અને વૈશાલીનગરમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં સર્વોદય સોસાયટી શેરી નં. 7 માં રહેતો નિકુલ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.30 નામનો યુવાન ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક નિકુલ બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરણીત હતો.હાર્ટ એટેક આવતા મોત થયાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પામી છે.
જ્યારે બીજા બનાવમાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં. 3માં રહેતા ધનાભાઈ ભલાભાઈ ધોળકિયા (ઉ.વ.50)નામના ભરવાડ આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક ધનાભાઈ પાંચ ભાઈ બે બહેનમાં વચેટ અને રીક્ષા ચાલક છે. સંતાનમાં બે પુત્રવ અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.