For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુશાસન ઉપર નિબંધ લખો અને ઇનામ મેળવો: કોંગ્રેસની નવતર સ્પર્ધા

04:46 PM Sep 10, 2024 IST | Bhumika
કુશાસન ઉપર નિબંધ લખો અને ઇનામ મેળવો  કોંગ્રેસની નવતર સ્પર્ધા
Advertisement

રાજકોટવાસીઓ આશ્ર્ચર્યજનક નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે, સુશાસન સ્થાપવા માટેના સૂચનો પણ માગવામાં આવ્યા

Advertisement

સામાન્ય નાગરિક આજે કુશાસન અને ભ્રષ્ટાચાર સામે નિરાશ થયો છે. છેલ્લા અનેક મહિનાઓથી રાજકોટમાં દરરોજના અસંખ્ય જમીન કૌભાંડો, ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની ઢગલાબંધ ફરીયાદોથી સામાન્ય માણસ હવે કોની પાસેથી શું આપેક્ષા રાખવી તે અંગેની ગડમથલમાં ફસાયો છે. પોતાની આસપાસ કશું જ સારું બનતું નથી અને કહેવાતા રાજનેતાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી. એ સમજતા રાજકોટના નાગરિકોને ચારે તરફ અંધકાર નજરે પડી રહ્યો છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત બન્યો છે અને આ ભ્રષ્યચારના નકારાત્મક પરિણામો ટી.આર.પી. ગેઈમ ઝોન અને જમીન કૌભાંડ સ્વરૂૂપે સામે આવી રહ્યા છે. ત્યારે લોકોની આ સમસ્યાને શબ્દ સ્વરૂૂપે વાચા મળે તે હેતુથી રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઇ દ્વારા રાજકોટના નાગરિકો માટે ’કુસાશન સામે શબ્દ કોશ’ નામે આશ્ચર્યજનક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ ભાઈ-બહેનો ભાગ લઈ શકશે તેમજ પ્રથમ વિજેતા બનનારને યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઇ દ્વારા રૂૂા. 51,000/- નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે.

"કોંગ્રેસના નેતાઓએ આજે પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યું હતું કે સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી સુશાસન પ્રસ્થાપિત થાય અને લોકો ભ્રષ્ટાચાર સામે પોતાના હક્ક અંગે જાગૃત બને તે છે. નિબંધ સ્પર્ધાની મુખ્ય થીમ રાજકોટ શહેરમાં સુશાસન પ્રસ્થાપિત કરવા માટે સુચનો આપવાનો છે. રૂૂા. 51,000/-ના પ્રથમ ઈનામ બાદ દ્વિતિય ક્રમે વિજેતા સ્પર્ધકને રૂૂા. 21,000/- તેમજ તૃતીય સ્પર્ધકને રૂા.11000નું ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને રાજકોટ યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઇ દ્વારા પ્રોત્સાહન તરીકે પ્રમાણપત્ર એનાયત કરાશે.

રાજકોટના અનેક પ્રશ્નો છે જેમાં આયોજન અને બાંધકામ, ટાઉન પ્લાનીંગ, રોડ, ખાડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, વોર્ડવાઈઝ શાક માર્કેટનો અભાવ, રમતના મેદાનો, જાળવણીના અભાવે સુકાયેલા બગીચાઓ, વેરા વ્યવસ્થામાં મનમાની અને ભ્રષ્ટાચાર, ફુડ સ્ટ્રીટની અયોગ્ય વ્યવસ્થાના કારણે વધેલી ગંદકી, ફરવા લાયક સ્થળોની યોગ્ય માવજતનો અભાવ, અધક્ચરી તબીબ સુવિઘાઓ અને હેલ્થ સેન્ટરો, મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા સહિતના અનેક પ્રશ્નો રાજકોટવાસીઓ મુંજારો અનુભવે છે. જાહેર સ્થળો પર ફ્રિ પાર્કિંગ વ્યવસ્થાના નામે શુન્ય છે. વાહન વ્યવહાર અને ટ્રાફીક નિયમન એ શહેરીજનો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આ તમામ પ્રશ્નોની પાછળ ભ્રષ્ટાચાર અને શાસકોની ઈચ્છા શક્તિનો અભાવ એ મૂળભૂત કારણો દેખાઈ રહ્યા છે.

ત્યારે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધક પોતાના નિબંધમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુશાસનની સ્થાપના કેવી રીતે થઈ શકે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કરી શકશે.
શહેરીજનોએ તા. 10/09/2024 થી તા. 01/10/2024 સુધીમાં પોતાનો નિંબધ એ-4 સાઈઝના કોરા કાગળમાં એક તરફ કોમ્પ્યુટરાઈઝ કરાવીને (વધુમાં વધુ 1500 થી 2000 શબ્દો સુધીમાં) ‘પીક પોઈન્ટ, ઓફીસ નં. 302, ડો. યાજ્ઞીક રોડ, સ્વામિ વિવેકાનંદના સ્ટેચ્યુ સામે, રાજકોટ સરનામે (મો.નં. 98243 00007, 99789 00007) પહોંચાડવાનો રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement