રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

NIFDના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્માની ખાદીથી મહાશક્તિની ઉપાસના

04:15 PM Oct 01, 2024 IST | admin
Advertisement

નવરાત્રી પ્રેરિત ખાદી પોશાક, એસેસરીઝ, વસ્તુઓ તૈયાર કરી ‘સ્વરાજથી સ્વરોજગાર’નું સુત્ર કર્યુ સાર્થક, ગરબામાં ખાદી અપનાવવા સંદેશ'

Advertisement

શું તમે કદી વિચાર્યું છે કે ખાદીમાંથી નવરાત્રીને અનુરૂૂપ વસ્ત્રો બની શકે? જી..હા.. રાજકોટ ખાતે ફેશન અને ઇન્ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્થા ગઈંઋઉ (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન) ના વિદ્યાર્થીઓએ આ વિચારનો સાક્ષાત્કાર કરી ખાદીમાંથી અલગ અલગ નવરાત્રીને અનુંરૂૂપ વસ્ત્રો ડિઝાઇન કરી, જાતેજ બનાવી નવરાત્રીમાં ખાદીના વસ્ત્રોનો નવોજ આઇડિયા લાવ્યા છે. એટલુંજ નહીં ઇન્ટીરીયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ પણ તેની કલાનો પરિચય આપી ખાદીમાંથી નવરાત્રીને અનુરૂૂપ વસ્તુઓ બનાવી છે. નવરાત્રીમાં યુવાનો ગરબે ઘુમે છે ત્યારે ગરબાની સાથે યુવાનો ખાદીને અપનાવે તેવો અનોખો વિચાર વિદ્યાર્થીઓએ આપ્યો હતો. ગઈંઋઉ ના વિદ્યાર્થીઓએ આ વખતે મહાત્માની ખાદીથી મહાશક્તિની ઉપાસના કરવાનો અલગજ પ્રયાસ કર્યો છે.

ગઈંઋઉ રાજકોટના ડિરેક્ટર નૌશિકભાઈ પટેલ અને પાયલબેન પટેલે જણાવ્યું હતું કે, આપણી નવરાત્રીની પરંપરા જાળવી તેમાં નવીનતા લાવવા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ અને નવરાત્રીનો સંયોગ કરી 100 થી વધુ વિદ્યાર્થીઓએ 15 જ દિવસમાં ખાદીમાંથી અદભૂત નવરાત્રીને અનુરૂૂપ વસ્ત્રો અને ઇન્ટીરીયર ડિઝાઇન કર્યા હતા. જેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓએ તેને આકાર આપી વાઇબ્રન્ટ નવરાત્રિ પ્રેરિત ખાદી પોશાક કે એસેસરીઝ તૈયાર કરી તેમની સર્જનાત્મકતાને દર્શાવી "સ્વરાજ થી સ્વરોજગાર" ને સાર્થક કર્યું. આ વખતે ગાંધી જયંતિ અને નવરાત્રીનો સંયોગ હોય યુવાઓ પણ ખાદીને વધુને વધુ અપનાવતા થાય તેવા હેતુ સાથે ગઈંઋઉ રાજકોટના વિદ્યાર્થીઓએ જરા હટકે વિચારને અમલમાં મુક્યો છે.નવરાત્રિમાં યુવાવર્ગને ખાદી પ્રત્યે પ્રોત્સાહન આપવા ગઈંઋઉના વિદ્યાર્થીઓએ ખાદીમાંથી બેગ્સ, ખાદી ટોપી, સ્કર્ટ, જેકેટ, હુડી, શર્ટ, ડ્રેસ, ચણિયા-ચોલી, ટોપ, દુપટ્ટા સહિત અનેક વસ્ત્રો બનાવી નવરાત્રીમાં ભારતની સાદગી અને શૈલીના વારસાને જાળવી શણગાર્યા. જેમાં વિવિધ ભાષામાં માં શક્તિના નામ, બંગડીમાંથી શર્ટ ડિઝાઇન સહિત અકલ્પનીય વસ્ત્રો સજાવ્યા છે.

કાપડ પર નાડાછડીમાંથી અદભૂત શ્રીયંત્ર, હાથથી પેઇન્ટ કરેલ ખાદીના પડદા, ખાદીની ફોટોફ્રેમ, ખાદીના ટેબલ મેટ, કુશન કવર સહિત વસ્તુઓ બનવી નવી જનરેશન માટે ખાદીને નવા રૂૂપ રંગમાં પીરસવાની કોશિશ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન "વોકલ ફોર લોકલ", "આત્મનિર્ભર ભારત", "ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન" અને સ્ત્રી સશક્તિકરણને ગઈંઋઉના વિદ્યાર્થીઓ રિયા, ઇશા, ઇશ્વા, ભવાની, બીનીતા, ચાંદની, જિયા, ધ્રુવી, દિપ્તી, ઇતિશા, જેતાંશી, ખ્યાતી, ક્રિષ્ના, મિત્સુ, પીનલ, રૂૂતુરાજ, સપના, દ્રષ્ટી, સોનલ, દિશા, ક્રિષા વગેરેએ શિક્ષિકા ઇશિતાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જાતેજ સ્ટીચીંગ, ડિઝાઇનીંગ, થીમ અને કલર કરી મહાત્માની ખાદીને મહાશક્તિના પર્વને અનુરૂૂપ બનાવી નવોજ લુક આપ્યો હતો. ગઈંઋઉના વિદ્યાર્થીઓએ ખાદી ફોર નવરાત્રિના નવા વિચારને વહેતો મુક્યો હતો. વધુ વિગત માટે 98982 22999 પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsMahatma's Khadi by NIFD studentsNIFD studentsrajkotrajkot newsWorship of Mahashakti
Advertisement
Next Article
Advertisement