રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાન
રાજ કંપની દ્વારા વીજળીની બચત અને પર્યાવરણને અનુકુળ ડિઝાઇન સાથે તૈયાર કરેલ કૂલરનું લોન્ચિંગ
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતાનો પરચો આપી વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું 15 ફૂટ ઊંચાઈ ધરાવતું એર કૂલરની સિદ્ધિને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહિ પરંતુ રાજ કૂલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર કંપની છે કે જેને કાડ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. કંપની પાસે 80થી વધુ ડિઝાઇનની પેટન્ટ છે તો 100થી વધુ ટ્રેડ માર્ક પણ છે.
રાજ ફૂલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ વિશ્વના સૌથી મોટા એર ફૂલરનું સફળ નિર્માણ કરી, ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ અનોખા એર કૂલરમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જે ઉર્જા બચત, મજબૂત બોડી મટિરિયલ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે સુસજ્જ છે. આ ફૂલર માત્ર વીજળીની બચત કરતું નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ રહે તેવા તમામ પાસાઓનો સમાવેશ કરે છે.
એટલું જ નહિ આ વિશાળ કૂલર સુવિધાની સાથે બચત પણ કરાવે છે. જેમાં બીએલડીસી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના કારણે બે કલાક ફૂલરના વપરાશ બાદ માટે એક યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.
આ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરતા રાજ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ રામોલિયાએ જણાવ્યું કે, "આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવા વિચાર અને ટેક્નોલોજી દ્વારા આપણા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.