રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિશ્ર્વમાં પ્રથમ વખત 9 વર્ષીય બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ

11:02 AM Oct 17, 2024 IST | admin
Advertisement

સુરતની રિયાએ ડોનેટ કરેલા હાથથી 15 વર્ષીય કિશોરી ભાઈને બાંધશે રાખડી
વીજ કરંટ લાગતા ખભા સુધીનો હાથ ગુમાવનાર મુંબઈની કિશોરીને જીવનમાં સર્વસ્વ પાછું મળી ગયું

Advertisement

સપ્ટેમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહીત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

દાન કરાયેલા સ્વ. રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડો. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

આ કિશોરી 30 ઓક્ટોમ્બર 2022ને દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11000 કિલોવોટ નો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તર થી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.

ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં અંગદાતા સ્વ. રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતું તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી, તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી.

ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તે કિશોરીના માતા-પિતાએ સ્વ. રિયાના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છે અને તેના જીવનમાં ખુશાલી આવી છે. સ્વ. રિયાના પરિવાર નો આભાર માનવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમે તેઓને નતમસ્તક નમન કરીએ છીએ.તે કિશોરી એ જણાવ્યું હતું કે, ખભાના સ્તરથી મારું ટ્રાન્સપ્લાન્ટ થવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે, મારા જીવનમાં નવી ખુશાલી આવી છે. સ્વ. રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. સ્વ. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તર થી ટ્રાન્સપ્લાન્ટ થયું, તે હાથ થી આવતા વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે સ્વ. રિયાના ભાઈને રાખડી બાંધીશ.

ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા-પિતા એ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. આ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.

Tags :
gujaratgujarat newssuratsuratnewx
Advertisement
Next Article
Advertisement