For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિતના મહાનગરોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેે.ની ઓફિસો બંધ

06:29 PM Apr 24, 2025 IST | Bhumika
રાજકોટ સહિતના મહાનગરોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેે ની ઓફિસો બંધ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who)માંથી અમેરિકાએ સભ્યપદ પાછુ ખેંચી લઇ નાણાકીય સહાય બંધ કરી દેતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને નાણાની તંગી પડવા લાગી છે અને તેના કેટલાક કાર્યક્રમો તથા ખર્ચમાં ઘટાડો કરવા સાથે ગુજરાતમાં રાજકોટ સહીત પાંચ મહાનગરમાં તેની યુનિટ ઓફિસ બંધ કરી તેના સ્ટાફને રાજય સરકાર હેઠળના વિભાગોના હવાલે કરી દેવા તૈયારી શરૂ કરી છે. ગુજરાતમાં વ્હુના રાજકોટ- અમદાવાદ- વડોદરા- સુરત અને ભાવનગરમાં યુનિટો ચાલી રહ્યા હતા.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ડબલ્ય એચઓના યુનિટના એસએમઓ, એસએસએમઓ, આસિસ્ટન્ટ એનાલિસ્ટ સહિતના સ્ટાફને હવે ડબલ્યુએચઓમાં કાર્ય કરવાના બદલે તેઓને સર્વેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત કાર્ય કરવાની જવાબદારી આપવામાં આવશે. જેથી ડબલ્યુએચઓ દ્વારા નિયુક્ત આ યુનિટ દ્વારા વેક્સિન, પ્રિવેન્ટેબલ ડીસીઝ અંગે પોલિયો, નિઝલ્સ, રૂૂબેલા જેવા ડીસીસનું કાર્ય થતું હતું તે હવે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવી જશે. ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે જિલ્લા પંચાયતમાં ડબલ્યુએચઓનું યુનિટ કાર્યરત હતું.

ડબલ્યુએચઓમાંથી અમેરિકા ખસી જતા તેને મળતા ફંડિંગમાં ખૂબ મોટી અસર પડી છે. કારણ કે ડબલ્યુએચઓને અપાતા ફંડિંગમાં અમેરિકા સૌથી મોખરે હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ તેઓએ ડબલ્યુએચઓમાંથી ખસી જવાનો અને ડબલ્યુએચઓને અમેરિકા દ્વારા પુરા પડાતા તમામ ફંડને રોકી દીધું હતું. તે પછી ડબલ્યુએચઓ દ્વારા થતા અનેક કામો અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે. ડબલ્યુએચઓને જે ફંડ આવતું હતું તેમાં ઘટાડો થતાં ડબલ્યુએચઓએ દેશના દરેક રાજ્યને તેમને ત્યાં યુનિટ ચાલવા અંગે પ્રુછા કરી હતી. જેમાં ગુજરાત સરકારે ડબલ્યુએચઓના યુનિટના સ્ટાફને સર્વેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેઠળ સમાવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત હાયર ઓથોરિટીને રિપોર્ટ પણ સુપ્રત કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement