સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
મૃતકની ઓળખ મેળવવા તજવીજ, ડોગ સ્કવોડની ટીમને ડોગે એક કિમી દોડાવી
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના પ્રકાશમા આવી છે. ત્રણેક દીવસ પહેલા માયાણી નગર મેઇન રોડ પર એક પ્લોટમાથી પથ્થરનો ઘા ઝીકેલી હાલતમા એક શ્રમીક યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનામા દારૂનો ડખ્ખો કારણભુત હતો . બનાવમા માલવીયા નગર પોલીસનાં સ્ટાફે બે માસીયાઇ ભાઇને પકડી લઇ જેલ હવાલે કર્યા હતા. ત્યારે આજે બીજી હત્યાની ઘટનાં બનતા થોરાળા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન 1 ની ટીમ દોડતી થઇ હતી આ ઘટનામા થોરાળા વિસ્તારમા આવેલા સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમા ખુલ્લા પ્લોટમા યુવાનને પથ્થરનાં ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી . હત્યાની ઘટનામા અજાણ્યા શ્રમીકની ઓળખ મેળવવા તજવીજ શરુ કરવામા આવી છે.
વધુ વિગતો મુજબ આજે બપોરનાં સમયે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમા કોમન પ્લોટમા ઝાડી ઝાંખરામા એક યુવાનનો મૃતદેહ પડયો હોવાની માહીતી મળતી ડીસીપી ઝોન 1 સજજન સિંહ પરમાર , થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, એલસીબી ઝોન 1 ની ટીમનાં પીએસઆઇ ચુડાસમા , જયરાજભાઇ કોટીલા, રવીરાજભાઇ પટગીર અને ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ ડોડીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો . ઘટના સ્થળે તપાસ કરતા એક યુવાનને પથ્થરનાં ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ પડયો હતો. અને જે પથ્થર વડે યુવાનને ઘા ઝીકયા તે પથ્થર પણ બાજુમા પડયો હતો . તેમજ આ ઘટનામા યુવાનનો જમણો કાન કપાય ગયેલી હાલતમા હતો તેમજ તેમનુ પેન્ટ અડધુ ઉતરેલી હાલતમા જોવા મળ્યુ હતુ.
આ ઘટનાં મામલે થોરાળા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમા ઘટના સ્થળે જ ઇન્કવેસ્ટ પંચનામુ તેમજ કાગળો કરી મૃતદેહને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. યુવાનની ઓળખ મેળવવા પોલીસે થોરાળા વિસ્તારમા ટીમો દોડાવી હતી. હાલ આ યુવાન શ્રમીક હોવાનુ જાણવા મળે છે. આ અંગે પોલીસની ટીમ દ્વારા ડોગ સ્કવોડને બોલાવવામા આવતા ડોગ સ્કવોડની ટીમને ડોગ એક કિલોમીટર સુધી આગળ જઇ આજી વસાહત પાસે જઇ અટકી ગયુ હતુ. આમ હવે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફુટેઝનાં આધારે આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામા આવી છે.