હડમતાળા GIDCમાં દિવાલ પડતાં મજૂરનું મોત: એકનો આબાદ બચાવ
જૂની દિવાલ તોડતી વખતે સર્જાયેલ દૂર્ઘટના
કોટડા સાંગાણી નાં હડમતાળા જીઆઇડી વિસ્તાર માં જુની દિવાલ પાડતી વેળા મજુર ઉપર દિવાલ નું ગાબડુ પડતા ગંભીર ઇજાને કારણે તેનુ મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય મજુરનો આબાદ બચાવ થયો છે. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા જીઆઇડીસી વિસ્તાર માં આવેલ કોસ્મોસ ટેકનોકાસ્ટ નામનાં કારખાના માં હિટ ટ્રીટમેન્ટ વિભાગ માં બ્રેકર વડે જુની દિવાલ પાડવાનું કામ ચાલી રહ્યુ હતુ.બપોરે બે વાગ્યાં નાં સુમારે કામ દરમ્યાન દિવાલ નું મોટુ ગાબડુ કામ કરી રહેલા મનસુખભાઈ માવજી ભાઇ જાદવ ઉ.50 ઉપર પડતા ગંભીર ઇજાને કારણે તેનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય પ્રતાપભાઇ બાબુભાઇ સોમાણી ઉ.20 નો આબાદ બચાવ થયો હતો. મૃતક મનસુખભાઈ જુનાગઢ માં પંચેશ્ર્વર રોડ આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં રહેતા હતા.
સંતાનમાં ત્રણ દિકરાઓ છે.છુટક મજુરીકામ કરી પરીવાર નું ગુજરાન ચલાવતા હતા.તેમનાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરીછે.