હળવદના ખાખરેચીમાં કંપનીના કવાર્ટરમાં બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત
રાજકોટમાં યુવાન અકસ્માતે બીજા માળેથી ગબડી પડતા ઇજા
હળવદનાં ખાચરેચી ગામે કંપનીનાં કવાર્ટરમા રહેતો શ્રમીક યુવાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ હળવદ હાઇવે પર ખાખરેચી ગામે આવેલ કંપનીમા કામ કરતો અને કંપનીનાં કવાટરમા રહેતો દેવસિંગ કુરાભાઇ આદીવાસી નામનો 34 વર્ષનો શ્રમીક યુવાન મધરાત્રે કંપનીનાં કવાટરનાં બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયા યુવકનુ મોત નીપજતા શ્રમીક પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
બીજા બનાવમા રાજકોટમા મોરબી રોડ પર સીતારામ સોસાયટીમા રહેતા મુકેશ વાલજીભાઇ માલી નામનો ર4 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો છે. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.