રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગ્રીનલીફ વોટર પાર્કના શેડમાં વેલ્ડિંગ કરતી વેળાએ નીચે પટકાતાં શ્રમિકનું મોત

05:40 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ-જામનગર રોડ પર આવેલ ગ્રીનલીફ વોટરપાર્કમાં કરૂૂણ ઘટના ઘટી હતી. વોટરપાર્કમાં આવેલ લોખંડના શેડ પર ત્રીજા માળે વેલ્ડીંગ કામ કરતી વેળાએ એકાએક નીચે પટકાતા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ,મોટા મવામાં ગોલ્ડન આર્કની બાજુમાં રહેતો સાજન મુન્નાભાઈ રામ (ઉ.વ.24) ગઈકાલે સવારે તે જામનગર રોડ પર બી.એ.ડાંગર કોલેજ પાછળ આવેલ ગ્રીન લિફ વોટરપાર્કમાં વેલ્ડિંગ કામ કરવા ગયેલ હતો.

દરમિયાન તે વોટરપાર્કમાં આવેલ લોખંડના શેડ પર ત્રીજા માળે કામ કરતો હતો ત્યારે અચાનક પગ લપસતા તે નીચે પટકાયો હતો અને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.આ ઘટના બાદ ત્યાંના લોકોએ 108 ને બોલાવી યુવાનને સારવાર અર્થે એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.કારેથા અને સ્ટાફ દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો.મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને અહીં તે એકલો રહી મજૂરીકામ કરતો હતો. મૃતકને સંતાનમાં છ માસની પુત્રી અને એક વર્ષનો પુત્ર છે.જેમને પિતાની છત્રછ્યા ગુમાવતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement