For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ-3 રૈયાધાર વિસ્તારની મહિલાઓએ ઠાલવ્યો રોષ : મત આપ્યા છતાં સુવિધાના નામે મીંડાનો આક્ષેપ

06:19 PM Feb 13, 2024 IST | Bhumika
વોર્ડ 3 રૈયાધાર વિસ્તારની મહિલાઓએ ઠાલવ્યો રોષ   મત આપ્યા છતાં સુવિધાના નામે મીંડાનો આક્ષેપ
  • રોડ-રસ્તા ઊબડ ખાબડ, ડામર રોડની માંગ છતાં તંત્રની ઉદાસીનતા
  • ભૂગર્ભ ગટર કાયમી છલકાતી હોવાથી ગંદકીથી લત્તાવાસીઓ ત્રસ્ત
  • કોર્પોરેશનના ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ લોકો સુવિધા માટે તરફડે છે ?

શહેરનાં વોર્ડ-3, રૈયાધાર વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી લત્તાવાસીઓ ભારે હેરાન પરેશાન થતા હોવાની ફરિયાદો ઊઠી છે. આજે આ વિસ્તારની મહિલાઓએ ટોળા સ્વરૂપે ભેગા થઇને સંબંધિત તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Advertisement

એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 25 દિવસથી તેઓના વિસ્તારમાં ભુર્ગર્ભ ગટર છલકાય છે અને ગંદા પાણીની નદી ભરાયેલી રહેલી હોવાની ફરિયાદો પછી પણ સમસ્યા જાણવાં કોઇ ફરકતું નથી.
અહીં કાયમી ભરાયેલ રહેતા ગંદાપાણીના તલાવડાથી મચ્છર જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઘરેઘરે તાવ, શરદીની બિમારી માથુ ઊંચકી રહી છે. છતાં તંત્ર બેધ્યાન બની રહ્યુ છે.રોડ, રસ્તા બાબતે મહિલાઓએ રોષ ઠાલવ્યો કે, ખાસ કરીને યાગરાજ નગરમાં કોઇ ડામર રોડ નથી. ઉબડખાબડવાળા રસ્તાથી મહિલાઓ, બાળકો રોજ પડે-આખડે છે. બુજુર્ગો તો ઘરની બહાર નીકળી શકતા નથી.

રસ્તા એટલી હદે ખરાબ છે કે, આવા ખખડધજ રોડ રસ્તા પરથી આવન જાવન કરીએ કમ્મરનો દુ:ખાવો થઇ જાય છે. મહિલાઓ એ એવા આક્ષેપો પણ કર્યા કે તેઓના વિસ્તારમાં વખતો વખત ભુગર્ભ ગટરના મરામત કાર્ય માટે ખાનગી માણસોનાં સહારે રૂા.800 થી રૂા.1500 સુધીનો ખર્ચ ઘણી વખત લત્તાવસીઓ ભોગવ્યો છે.તંત્રને ફરિયાદ કરવામાં આવે છે પણ લાગતા વળગતા સત્તાધિશો યાગનગર સહિતનાં વિસ્તારો સાથે ઓરમાયુ વર્તન દાખવતા હોવાનો આક્ષેપ થયો છે.

Advertisement

મત માગવા આવે છે પણ દુવિધા સાંભળવા નથી આવતા

એક મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી ટાણે મત માંગવા આવેલા કોર્પોરેટર્સ કે સંબંધિતો તેઓના વિસ્તારોમાં લોકોની દુવિધાઓની ફરિયાદ સાંભળવા ફટકતા નથી. વેરા પણ નિયમિત ભરાય છે. છતાં સુવિધાના નામે મિંડુ જેવી લત્તાવાસીઓની હાલત હોવાનો આક્ષેપ થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement