For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ચાલુ ગરબા દરમિયાન થયું ફાયરીંગ, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ વિડીયો

10:27 AM Oct 10, 2024 IST | Bhumika
અમદાવાદમાં ચાલુ ગરબા દરમિયાન થયું ફાયરીંગ  આયોજકોએ મામલો થાળે પાડ્યો  જુઓ વિડીયો
Advertisement

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ સર્કલ નજીક મંડળી ગરબામાં વહેલી સવારે ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે. વહેલી સવાર સુધી ચાલતા ગરબામાં સવારે 6:15 વાગ્યે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખસે હવામાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા જાગી હતી.ઓગણજ સર્કલ પાસે મંડળી ગરબામાં થયેલી માથાકૂટ અને ફાયરિંગની ચર્ચા મામલે સેક્ટર 1 જેસીપી નિરજ બડગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગરબાસ્થળે તપાસ માટે પહોંચ્યા છે. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મંડળી ગરબામાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થતા મારમારી થઈ હતી, 40થી 50 જેટલા શખસોએ 10 યુવકોને ફટકાર્યા હતા. મંડળી ગરબામાં પણ કેટલીક વ્યક્તિઓ વચ્ચે આયોજનને લઈને માથાકૂટ થઈ હતી. જો કે, આ સમગ્ર મામલો દબાવી દેવાયો હતો.

Advertisement

મંડળી ગરબામાં ફાયરિંગ મામલે સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, ગરબા દરમિયાન બે ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઘર્ષણ સર્જાયું હતું. ઉગ્ર મામલો થઈ વધારે આગળ ન વધે તેના માટે તકેદારીના ભાગરૂૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આયોજકોની પૂછપરછ કરી છે અને તેઓ પણ સહયોગ કરી રહ્યા છે.જો કે, હવામાં ફાયરિંગ થયું હોવાની ઘટનાને પોલીસ દ્વારા નકારવામાં આવી છે. ફાયરિંગ જેવી કોઈ ઘટના બની નથી. પેટ્રોલિંગમાં રહેલી પોલીસ અને બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસ કર્મીઓને પણ આવી કોઈ ફાયરિંગની ઘટના બની હોય તેવી જાણ નથી. પોલીસ સ્ટેશનમાં પણ આ પબ્લિક નોંધ કરવામાં આવી નથી.માહિતી પ્રમાણે એસપી રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ગરબા ચાલુ હતા તે દરમિયાન કોઈ બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. તાત્કાલિક ધોરણે ગરબામાં હાજર બાઉન્સરો દોડી આવ્યા હતા. ફાયરિંગ કરનાર શખસ એવા જૂથમાં રહેલા લોકોને હાજર સુરક્ષાકર્મીઓ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યા હતા.માથાકૂટ સમયે અનેક લોકો ગરબા રમી રહ્યા હતા. જો કે, આ ઘટના બાદ મંડળી ગરબા આયોજકોએ ગરબા બંધ કર્યા હતા. આ મામલે હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement