રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં ડેમુ ટ્રેનમાં મહિલાઓની છેડતી, પરિવારજનો આવતા છરી ઝીંકી

01:15 PM Dec 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા પરીવારની મહિલાઓ લગ્નની ખરીદી કરવા બોટાદ ગઈ હતી. જયાંથી સાંજે બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં પરત આવતી હતી. આ સમયે ટ્રેનમાં અભદ્ર ભાષા બોલતા 3 શખ્સો વિશે ફોનથી ઘરે વાત કરી હતી. જ્યારે પરિવારજનો મદદે આવ્યા તો છરી વડે હુમલો કરી દેવાની ઘટનયા બની છે.

રતનપરમાં રહેતા પરીવારમાં દિકરીના લગ્ન હોઈ મહિલાઓ તા. 28-11ના રોજ બોટાદ ખરીદી કરવા ગઈ હતી. અને સાંજે બોટાદથી ધ્રાંગધ્રા જતી ડેમુ ટ્રેનમાં પરત આવતી હતી. ત્યારે ત્રણ શખ્સો એક બીજા સાથે ઠઠ્ઠા મશ્કરી કરી ફોનમાં અભદ્ર વાણી બોલતા હોઈ મહિલાઓને ડર લાગતા તેઓએ ઘરે ફોન કર્યો હતો. જેમાં પરીવારજનોએ તેઓને વઢવાણ રેલવે સ્ટેશન ઉતરવા જણાવ્યુ હતુ. અને વિજય નાનજીભાઈ ચૌહાણ, જગદીશભાઈ, સતીશભાઈ સહિતનાઓ વઢવાણ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવતા મહિલાઓએ ઉતરી આ ત્રણેય શખ્સોને ઓળખી બતાવ્યા હતા. જે રોંગ સાઈડમાંથી નીચે ઉતરતા હતા. જેમાંથી એક શખ્સ રતનપરનો વિપુલ મુંજપરા હોય વિજયભાઈ તેઓને ઓળખતા હતા. આથી વિજયભાઈએ જઈ તેઓને ટપારતા અન્ય 2 શખ્સોએ વિજયભાઈને પકડી રાખ્યા હતા અને વિપુલે નેફામાંથી છરી કાઢી છાતી પર મારી હતી.

અને ત્રણેય ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં વિજયભાઈને સારવાર માટે વઢવાણ સીએચસી લઈ જવાયા હતા.
બનાવની રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ અધીકારી કે.એન.બાવળીયાએ તુરંત વિપુલ મુંજપરાને ઝડપી લીધો હતો. અને તેની પુછપરછમાં અન્ય 2 શખ્સો યાસીફ સાબીરભાઈ દીવાન અને કૃણાલ અજયભાઈ ત્રિવેદી હોવાનુ ખુલતા આ બન્નેની પણ ધરપકડ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement