For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લામાં બે દિવસમાં વધુ રૂા.1.22 કરોડની વીજચોરી પકડાઇ

01:27 PM Dec 04, 2024 IST | Bhumika
જિલ્લામાં બે દિવસમાં વધુ રૂા 1 22 કરોડની વીજચોરી પકડાઇ
Advertisement

બીજા દિવસે 38 વીજ ચેકિંગ ટુકડી દ્વારા 79 વિજ જોડાણથી ચોરી પકડી લેવાઇ

જામનગર શહેર લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 92 વિજ જોડાણમાંથી રૂૂપિયા 57.62 લાખ વીજ ચોરી પકડી લેવાયા બાદ ગઈકાલે મંગળવારે જામનગર તાલુકા ના કેટલાક વિસ્તાર અને કલ્યાણપુર પંથક માંથી વધુ 64.50 લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક 1 કરોડ 22 લાખને પાર પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે મંગળવારે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર તાલુકાના સિક્કા, ઝાખર, સીંગચ, જોગવડ, મેઘપરઝ દરેડઝ દડીયા સહિતના જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગઢકા, રાવલ, ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કુલ 38 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 09 નિવૃત આર્મી મેન અને 27 લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.સમગ્ર દિવસ દરમિયાન કુલ 413 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 79 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 64.50 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન 1 કરોડ 22 લાખ થી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

જામનગરના આસામીને ફટકારેલું વીજ પુરવણી બિલ રદ કરવા અદાલતનો આદેશ

જામનગરના એક આસામીના ફોલ્ટી મીટરને કબજે કર્યા પછી તેના વીજ કંપનીએ કરેલા રોજ કામમાં વીજચોરીનો આક્ષેપ મૂકી પુરવણી બીલ આપ્યું હતું. તે બીલ સામે ગ્રાહકે અદાલત સમક્ષ ધા નાખતા અદાલતે બીલ રદ્દ કરવા હુકમ કર્યો છે.જામનગરના ગિરધરલાલ પ્રાગજીભાઈ મોરઝરીયા નામના આસામીનું વીજ મીટર જાન્યુ. 1999માં ક્ષતિગ્રસ્ત થતાં ડિસેમ્બર 2001 સુધી ફોલ્ટી મીટરનો શેરો મારી વીજબીલ અપાતું હતું. તે પછી જુન 2002માં ગ્રાહકે ફરિયાદ કરતા તેઓનું મીટર બદલાવી આપવામાં આવ્યું હતું.ત્યારપછી આ મીટરનું લેબ રોજકામ કરી વીજચોરી ગણાવાઈ હતી અને રૂૂ.60609નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું. તે બીલની 30 ટકા રકમ જમા કરાવી ગ્રાહકે અપીલ નોંધાવી હતી. એપેલેટ ઓથોરિટીએ તે બીલ સુધારીને રૂૂ.54,640નું કરી આપ્યું હતું.ત્યારપછી આ બીલ રદ્દ કરાવવા ગ્રાહકે અદાલતનો આશરો લીધો હતો. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે ગ્રાહકે ભરપાઈ કરેલી રકમ નવ ટકા વ્યાજ સાથે પરત આપવાનો હુકમ કર્યો છે. ગ્રાહક તરફથી વકીલ ચિરાગ નથવાણી તથા ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement