ધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળી
રાજકોટ જિલ્લામાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. જેથી દારૂની બદીને નાથવા માટે જિલ્લા એસપી દ્વારા સુચના આપવામાં આવી હોય ધોરાજી તાલુકા પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે ભુખી ચોકડીથી જામકંડોરણા તરફ જવાના રસ્તે અંધારામાં એક બોલેરો પીકઅપવાન તાલપત્રી લાધેલી હાલતમાં હોય તેની તપાસ કરતા અંદર અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ 1752 નંગ રૂા.10.58 લાખની મળી આવી હતી. જેથી પોલીસે 13.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનારની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, ધોરાજી તાલુકા પોલીસનાં વિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ પઢીયાર, જગદીશભાઇ સુપાણ, અરવિંદભાઇ સાંકળીયા અને મુળુભાઇ વરુ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીને આધારે ધોરાજીની ભુખી ચોકડીથી જામકંડોરણા તરફ જવાના રસ્તે એક સફેદ ક્લરની બોલેરો પીકઅપવાન ઉભી હોય તેમમાં એક બોલેરો પીકઅપવાન પર કાળા ક્લરની તાળપત્રી અને રસ્સીથી બાંધેલી હતી.
જેથી સ્ટાફે આજુબાજુમાં તપાસ કરતા બોલેરોના ચાલક કે કોઇ વ્યકિત મળી આવ્યું નહીં અને તે તાલપત્રી ખોલી અંદર જોતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1752 દારૂની બોટલ મળી હતી જેની કિંમત 10.52 લાખ થાય છે. જેથી ધોરાજી તાલુકા પોલીસે કુલ રૂા.13.08 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો અને દારૂ ભરેલા બોલેરાની નંબર પ્લેટનાં આધારે માલીકનો સંપર્ક કરવા તજવી શરૂ કરાઇ છે.