For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલાઓ આત્મનિર્ભર બની અન્યને સ્વ-રોજગારીની તકો પૂરી પાડી રહી છે : કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

06:35 PM Mar 06, 2024 IST | Bhumika
મહિલાઓ આત્મનિર્ભર બની અન્યને સ્વ રોજગારીની તકો પૂરી પાડી રહી છે    કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ પર નારીશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડના માર્કેટિંગ યાર્ડ ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ અંતગર્ત 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે સહાયનું મહાનુભાવો હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કાર્યક્રમમાં ઊપસ્થિત સૌ મહિલાઓને આગામી તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર "નારી શક્તિ વંદના" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને સન્માન આપવામાં આવે છે. મહિલાઓનું સમાજમાં આગવું સ્થાન હોય તેવા ઉમદા હેતુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે. આજના આધુનિક યુગમાં મહિલાઓએ વિજ્ઞાન, રમત-ગમત, શિક્ષણ, ઔધોગિક, કૃષિ, પશુપાલન સહિતના ક્ષેત્રે હરણફાળ ભરી છે.

Advertisement

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહિલાઓને આગામી તા. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર "નારી શક્તિ વંદના" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને સન્માન આપવામાં આવે છે. મહિલાઓનું સમાજમાં આગવું સ્થાન હોય તેવા ઉમદા હેતુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે. આજના આધુનિક યુગમાં મહિલાઓએ વિજ્ઞાન, રમત-ગમત, શિક્ષણ, ઔધોગિક, કૃષિ, પશુપાલન સહિતના ક્ષેત્રે હરણફાળ ભરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને પોતાના પરિવાર સહિત અન્ય પરિવારોને પણ આજીવિકા પૂરી પાડી શકે તેવા ઉદ્દેશ્યથી સખી મંડળો તેમજ સ્વ સહાય જૂથો માટે યોજના અમલમાં મૂકી આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ "નારી તું નારાયણી" સૂત્રને સાર્થક કરી મહિલાઓને ગૌરવ પ્રદાન કર્યું છે. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, કુંવરબાઇ મામેરૂ યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના સહિતની યોજનાઓ અમલમાં મુકવાના આવી છે. આ યોજનાની ફળશ્રુતિ રૂપે મહિલાઓને ન માત્ર સન્માન મળ્યું છે પરંતુ આત્મનિર્ભર બનાવવા માટે પણ પથ પૂરો પાડ્યો છે. મહિલાઓની જાહેર જીવનમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.

સ્વ સહાય જૂથો અને સખી મંડળની અનેક યોજનાઓ થકી મહિલો આત્મનિર્ભરની સાથે "જોબ ગીવર" પણ બની છે. જેના થકી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થતાં મહિલાઓના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. હાલમાં રાજ્યના રજૂ કરવામાં આવેલ બજેટમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં સરળતા રહે તે માટે શ્રીલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. જે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી મહિલાઓની સુરક્ષા, સુવિધા અને સશક્તિકરણની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી રહી છે.

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ સમાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે "સુદર્શન સેતુ"નું લોકાર્પણ કરવામાં આવતા બેટ દ્વારકામાં પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી દિશા મળી છે. ઉપરાંત જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા અનેક પ્રોજેક્ટો ભવિષ્યમાં વેગવંતા બનશે. જેના થકી દેવભૂમિ દ્વારકા જિલ્લો વિકાસનો પર્યાય બનશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો વરદહસ્તે 5 લાભાર્થીઓને સી.સી. લોન, રિવોલ્વિંગ ફંડના પ્રતીકાત્મક ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વહાલી દીકરી યોજનાના 5 લાભાર્થીઓને કીટ વિતરણ તથા મંજૂરી પત્ર અને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

વિકસિત ભારત, વિકસિત ગુજરાત - નારી શક્તિ વંદના કાર્યક્રમ થકી ખંભાળિયા અને ભાણવડ તાલુકાના 8 સ્વસહાય જુથોને રૂ. 2.10 લાખ રિવોલ્વિંગ ફંડ, 8 સ્વસહાય જુથોને રૂ. 12 લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમજ 10 સ્વસહાય જુથોને રૂ. 15 લાખ ક્રેડિટ સહાય આપવામાં આવી હતી. તેમજ કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના 6 સ્વ સહાય જૂથોને રૂ. 1.80 લાખ રિવોલ્વિંગ ફંડ, 14 સ્વ સહાય જૂથોને રૂ. 21 લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમજ 10 સ્વસહાય જુથોને રૂ. 15 લાખ ક્રેડિટ સહાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સખી મંડળના લાભાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું હતું.

નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેકટરએસ.ડી. ધાનાણી, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયત સદસ્યો જીતેન્દ્રભાઈ કણઝારિયા, સંજયભાઈ નકુમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી, પી.એસ. જાડેજા, પ્રતાપભાઇ પિંડારિયા, ભરતભાઈ ચાવડા, પાલાભાઈ કરમુર, દેવશીભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, હમીરભાઇ કનારા, સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement