રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રાંતિજના ધારાસભ્ય સામે રેપની ફરિયાદ નોંધાવનાર મહિલાનો કોર્ટમાં આપઘાતનો પ્રયાસ

12:10 PM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

પૂર્વ મંત્રી અને પ્રાંતિજનાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તેમજ સાબરકાંઠા બેંકનાં ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે મહિલા દ્વારા છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી.
જે કેસ મામલે જોધપુર કોર્ટમાં મુદ્દત હોઈ મહિલા જોધપુર કોર્ટ પહોંચી હતી. જ્યાં મહિલા દ્વારા ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કરતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બઁકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2020ની સમગ્ર ઘટનાને લઈને હાલમાં જ રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ કરનાર કિશોરીની માતા ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પીડિતાની માતાએ પણ પૂર્વ મંત્રી સાથે શારીરિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
પીડિતાની માતાનો આરોપ છે કે ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ તેવો આક્ષેપ કર્યો છે અને સાથે સાથે વર્ષ 2020માં મારી દીકરીને આઈસ્ક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલાં તથા જબરજસ્તી કરી હતી. જે બાબતે ગંભીર આક્ષેપ કર્યા છે. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, આ લોકોના ત્રાસના કારણે જ મેં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં, બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી રાજકીય પાર્ટીઑમાં જ્યારે નેતાઓ પર જ આવા ગંભીર આરોપ લાગે ત્યારે લોકોનો રાજકારણ સામે રોષે ઊભો થાય છે, એવામાં આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Tags :
attemptsCourtgujaratinJodhpursabarkanthasuicideWoman who filed rape complaint against provincial MLA
Advertisement
Next Article
Advertisement