કુવાડવાના રતનપર ગામે મહિલાનું હાર્ટએટેકથી મોત
રાજયમા દિવસે ને દિવસે યુવાનો અને તરુણોમા હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધતી જાય છે. રાજકોટમા રોજ બરોજ હાર્ટ એટેકથી 3 થી 4 વ્યકિતનાં મોત નીપજે છે. ત્યારે રાજકોટમા હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વધુ વિગતો જોઇએ તો મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના રતનપર ગામે રહેતાં જ્યોત્સનાબેન ત્રિકમભાઇ ચૌહાણ (ઉ.વ.45) સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પરંતુ ટુંકી સારવારને અંતે મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર જ્યોત્સનાબેનના પતિ ત્રિકમભાઇ મારવાડી કોલેજમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરે છે.
તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયાનું ત્રિકમભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, પ્રશાંતભાઇએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને જરૂૂરી કાર્યવાહી કરી હતી.