અમદાવાદમાં કોંગો ફીવરથી મહિલાનું મોત, સરકાર એલર્ટ
રાજસ્થાનના જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ માટે રાજ્યભરમાં દિશા-નિર્દેશો જાહેર કરી દીધા હતા.
કોંગો તાવ એક જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. વહીવટીતંત્રએ અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેથી રોગને ફેલાતો અટકાવી શકાય.
માહિતી મુજબ રાજસ્થાનના જોધપુરની રહેવાસી 51 વર્ષીય મહિલા અમદાવાદની એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સારવાર કરાવવા આવી હતી. આ મહિલા કોંગો ફીવરથી પીડિત હતી. પૂણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ એંગ પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડો. રવિ પ્રકાશ માથુરે કહ્યું કે જોધપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરને અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ મોકલીને નિવારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે શંકાસ્પદ અને લક્ષણોવાળા દર્દીઓને ઓળખીને તેમને આઈસોલેશનમાં રાખવા નિર્દેશ અપાયા છે.