ઉપલેટામાં જર્જરીત મકાન તૂટી પડતા મહિલાનું મોત
ઉપલેટામાં પંચાટડી વિસ્તારમાં મચ્છી માર્કેટમાં મકાન ધરાશાઈ થતા એક મહિલાનું મોત થયેલ છે આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે આજે પાંચતડી વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટમાં ખરીદી કરવા આવેલ મહિલાઓ પર મકાનનો કાટમાળ પડતા મંજુલાબેન શ્રવણભાઈ સલાટ ઉંમર વર્ષ 54 નું મોત થયેલ છે અને બનાવની જાણ થતા ઉપલેટા મામલતદાર નિખિલભાઇ મહેતા તથા પી.આઈ.પટેલ તથા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા હતા.અન્ય એક મહિલા ગીતાબેનને જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ છે ને પણ ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે મહિલાની ડેડ બોડી આવેલ છે આ મકાન સલીમભાઈ આંબલીયા શેખ હોવાનું બહાર આવેલ છે બે દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં મુસ્લિમ સમાજનો મુસાફર ખાનુ પણ ધરાસાઈ થયેલ હતું જેમાં કોઈ રહેતું ન હોવાને કારણે કોઈ જાનહાની થયેલ નથી આજના બનાવમાં એક મહિલાનું મોત થયેલ છે ને એક ને ઈજા થયેલ છે ઉપલેટા પીઆઈ પટેલ ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરેલ છે