ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં ચાલુ રિક્ષાએ ફંગોળાયેલી મહિલાનું મોત

11:22 AM Aug 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર શહેરમાં રબર ફેક્ટરી નજીક રિક્ષામાં જઈ રહેલી મહિલા ચાલુ રિક્ષાએ ફંગોળાઈ જતા મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે મોડી સાંજે શહેરના હલુરિયા ચોક વિસ્તારમાં રહેતી મલેકાબેન સબીરભાઈ કાંટાંવાળા નામની મહિલા રિક્ષામાં બેઠી શહેરના રબર ફેક્ટરી સર્કલ નજીક થી પસાર થતી હતી ત્યારે અચાનક ચાલુ રિક્ષામાંથી મલેકાબેન ઉથલી જતા રસ્તા ઉપર પડતા ગૅંભીર ઈજા થતાં તેણીનું બનાવ સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
bhavnagarbhavnagar newsdeathgujaratgujarat news
Advertisement
Advertisement