બેડલા ગામે વાવણી સમયે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોત
04:31 PM Jun 17, 2025 IST
|
Bhumika
Advertisement
રાજ્યભરમાં ચોમાસુ બેસી ગયું છે અને અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં વાવણી ચાલુ કરવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલ બેડલા ગામે ખેતરમાં વાવડી કરી રહેલા મહિલાને કોઈ ઝેરી જીવડું કરડી જતા તેમને ઝેરી અસર થઈ હતી અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મહિલાએ દમ તોડી દીધો હતો.
Advertisement
વધુ વિગતો અનુસાર,બામણબોર નજીક બેડલા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ ગોહેલ (ઉ.42)પોતે ગઈકાલે સવારે પોતાના ખેતરે વાવણી કરતા હતા ત્યારે અચાનક કોઈ ઝેરી જીવડું કરડી જતા તેમને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવારમાં જ મોત નીપજ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસના પીએસઆઇ મિસ્ત્રી તપાસ ચલાવી રહ્યા છે.મૃતકને સંતાનમાં બે દીકરા છે.ભાનુંબેનના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
Next Article
Advertisement