For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કરી આત્મહત્યા:  10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો

10:43 AM Sep 27, 2025 IST | Bhumika
સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કરી આત્મહત્યા   10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો

Advertisement

રાજ્યમાં અપધાતોના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએન આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્ટેમસેલ બિલ્ડિંગ સામે આવેલા ઝાડ પર મહિલાની લટકતી હાલતમાં લાશ મળી આવી છે.
આ મહિલા ડિલિવરી માટે 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાળકને જન્મ આપ્યા બાદ મહિલા ગઈકાલથી અચાનક હોસ્પિટલમાંથી ગુમ હતી. આ ઘટના લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મૃતક મહિલા પૂજા કુશવાહ મૂળ યુપીની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. મહિલાને પહેલી ડિલિવરી હોવાથી 10 દિવસ પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળક બિમાર હોવીથી હોસ્પિટલમાં 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ત્યારે મૃતક મહિલા ગઈકાલ રાતથી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ હતી. પરિવારે મોડી રાત સુધી તેની શોધખોળ કરી હતી. પરંતુ આજે સવારે સિવિલ હોસ્પિટલની સ્ટેમસેલ બિલ્ડિંગની સામે ઝાડ પર યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. 10 દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારે આ અંગે પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement