રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રહેણાંક મકાનમાં આગ લાગતા મહિલા દાઝી, પાલતું શ્વાનનું મોત

04:43 PM Aug 05, 2024 IST | admin
Advertisement

પાર્કિંગમાં પડેલી કાર અને ઇલેક્ટ્રિક સ્કુટરમાં લાગેલી આગ બીજા માળ સુધી ફેલાતા ધુમાડાના ગોટેગોટા: વૃધ્ધ દંપતીને બચાવતું ફાયર બ્રિગેડ

Advertisement

શહેરના મવડી વિસ્તારમાં ખીજડાવાળા રોડ પર આવેલા આદિત્ય પાર્કમાં રહેણાંક મકાનમાં આગ ભભુકી ઉઠી હતી. જેમાં મહીલા દાઝી ગઇ હતી. જયો પાલતુ શ્વાનનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડીજઇ વૃધ્ધ દંપતિનું રેસક્યુ કી આગ બુઝાવી હતી. આગમાં પાર્કિંગમાં પડેલી કાર અને ઇલેેકટ્રીક સ્કુટર બળીને ખાક થઇ ગયા હતા.

જાણવા મળતી વિગત મુજબ 50 ફુટ રોડ પ આદિત્ય પાર્ક શેરી નં.2માં યોગેશભાઇ રવજીભાઇ કલોલાના રહેણાંક મકાનમાં રવિવો વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બિગ્રેડનો સ્ટાફ ફાય ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં પાર્ક કરેલી કાર અને ઇલેકટ્રીક સ્કુટરમાં આગ લાગી હતી અને ગ્રાઉન્ડ ફલોરમાં પીઓપી અને ફર્નીચર હોવાથી આગ પ્રસરતા બીજા માળ સુધી ફલોરમાં આવી જતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ફાયર બિગ્રેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વહેલી સવારે આગ લાગતા ગ્રાઉન્ડ ફલોરમાં રહેલા રવજીભાઇ ઘુસાભાઇ કલોલા (ઉ.વ.63) અને ભાનુબેન રવજીભાઇ કલોલા (ઉ.વ.87)નું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે બીજા માળે રહેતા અલ્કાબેન યોગેશભાઇ કલોલા દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે મકાનમાં રહેતા યોગેશભાઇ (ઉ.વ.44), મનસ્વી (ઉ.વ.24) અને જય યોગેશભાઇ કલોલા (ઉ.વ.16) જાતે બહાર નીકળી ગયા હતા.

આગમાં ગ્રાઉન્ડ ફલોર પર રહેલો પરિવારનો પાલતુ શ્વાનનું મોત નીપજયું હતું. આગના કારણે કાર અને ઇલેકટ્રીક સ્કુટર સંપુર્ણ બળીને ખાક થઇ ગયા હતા.

Tags :
dogdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement