રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પૂર્વ TPO સાગઠિયા સામેના ભ્રષ્ટાચાર કેસમાં દિયર-ભોજાઇની આગોતરા જામીન અરજી વીથડ્રો: પુત્ર પણ પાછી ખેંચશે

04:09 PM Sep 03, 2024 IST | admin
Advertisement

અપ્રમાણસર મિલકતના કેસમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ઉપર દલીલ પૂર્ણ

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયા અને ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સાગઠિયાની પત્ની-પુત્ર અને ભાઇએ એસીબીનો ગાળીયો કસાઇ તે પૂર્વે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી ભાઇ-ભાભીએ પરત ખેંચી લીધી છે. જ્યારે સાગઠિયાનો પુત્ર નિવેદન નોંધાવ્યા બાદ અગોતરા જામીન અરજી પરત ખેંચશે. આ ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ કરેલી જામીન અરજી ઉપર દલીલો પૂર્ણ થઇ છે અને જામીન અરજી ઉપર ગમે તે ઘડીએ કોર્ટ ચૂકાદો સંભળાવશે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભૂજાંયા હતા. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા તેના વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ ર્ક્યો હતો. મનસુખ સાગઠિયા સામે નોંધાયેલા આપ્રમાણસર મિલકતના ગુનામાં પરિવારજનોને નિવેદન માટે બોલવવામાં આવતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પત્ની ભાવનાબેન, પુત્ર કેયુર અને ભાઇ દિલીપ સાગઠીયાએ એસીબી ગુનો દાખલ કરી ધરપકડ કરશે તેવી દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

જ્યારે અપ્રમાણસર મિલકતના ગુનામાં સંડોવાયેલા ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. મનસુખ સાગઠિયાના પરિવાર વિરુદ્ધ કોઇ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માત્ર નિવેદન માટે બોલાવ્યા હોવાનું સામે આવતા મનસુખ સાગઠિયાની પત્ની ભાવનાબેન અને તેના ભાઇ દિલીપ સાગઠિયાએ આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હતી. જ્યારે પુત્ર કેયુર નિવેદન નોંધાવ્યા બાદ જામીન અરજી પરત ખેંચશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જ્યારે ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ અપ્રમાણસર મિલકતના ગુનામાં કરેલી જામીન અરજી આજે સેન્સન કોર્ટમાં સુનવણી ઉપર આવતા બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી. ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ કરેલી જામીન અરજી ઉપર અદાલત ગમે તે ઘડીએ ચૂકાદો સંભળાવશે આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી.સંજયભાઇ વોરા રોકાયા હતા. ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબા વતી એડવોકેટ રાકેશ દોશી અને ગૌતમ ગાંધીએ દલીલ કરી હતી.

Tags :
case against ex-TPO Sagathiagujaratgujarat newsrajkotrajkot newsSon too will withdrawWithdraw anticipatory bail plea
Advertisement
Next Article
Advertisement