રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદીની વિદાય સાથે જ ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

03:46 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાંથી વડાપ્રધાનની જાહેરસભાઓનો રાઉન્ડ પૂરો થતાં જ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અને અચાનક જ લોકસભાના ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થતાં કાર્યકરોમાં પણ આશ્ર્ચર્યની લાગણી જન્મી છે. આજે લોકસભા માટે સેન્સ પ્રક્રિયા કાલે પ્રદેશ કારોબારી અને બુધવારે રાષ્ટ્રીય કારોબારીની બેઠક છે.

Advertisement

આજે બપોરથી દરેક લોકસભા મત વિસ્તારોના ઉમેદવારો અંગે સેન્સ લેવાની પ્રક્રિયા દરેક જિલ્લા મથકોએ શરૂ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ નિરિક્ષકો અને સંયોજકો આજે અચાનક જ તેમને સોંપાયેલા લોકસભા મત વિસ્તારોમાં પહોંચ્યા હતા. અને અપેક્ષિત કાર્યકરો, હોદેદારો, પદાધિકારીઓને સેન્સ પ્રક્રિયાની જાણ કરવામા આવતા સૌમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું.

ગત રાત્રે જિલ્લાકક્ષાના તમામ આગેવાનો વિવિધ મોરચાના પ્રમુખો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જિલ્લાકક્ષાની સંસ્થાઓના હોદેદારો વિગેરેને અચાનક જ પ્રદેશ ભાજપમાંથી સેન્સ આપવા માટે મેસેજ મળ્યા હતાં. જો કે, લોકસભાના નિરિક્ષકોના નામો અંગે સસ્પેન્સ રાખવામા આવેલ અને નિરિક્ષકોના નામો જાહેર નહીં કરાતા ભાજપના હોદેદારો-કાર્યકરોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું હતું. દરેક લોકસભા મત વિસ્તાર માટે ત્રણ-ત્રણ નિરિક્ષકો મોકલવામાં આવ્યા છે. અને આ નિરિક્ષકોએ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કોણ હોવા જોઈએ? તે અંગે સેન્સ લીધી હતી.

ભાજપના સુત્રોના કહેવા મુજબ આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન જે નામો અંગે રજૂઆતો થાય તે નામો નિરિક્ષકો દ્વારા ભાજપની પ્રદેશ કારોબારી સમક્ષ રજૂ કરવામા આવશે અને પ્રદેશ કારોબારી દ્વારા બેઠક દિઠ બે કે ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે.

ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, આવતીકાલે મંગળવારે જ પ્રદેશ કારોબારીની ેબઠક યોજાનાર છે. અને આ બેઠકમાં લોકસભાની બેઠક દિઠ પેનલો તૈયાર કરી સાંજ સુધીમાં રાષ્ટ્રિયકક્ષાએ સોંપી દેવાશે અને બુધવારે યોજાનાર ભાજપની ચૂંટણી સતિની રાષ્ટ્રિય કારોબારીમાં કેટલાક નામોને આખરી મંજુરી આપી પણ દેવામાં આવશે.

100 ઉમેદવારોની યાદી તાત્કાલિક જાહેર કરવાનો વ્યૂહ
ભાજપના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ આગામી લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરીને વિપક્ષોને મોટો આંચકો આપવા માગે છે અને તેના કારણે જ આજથી તમામ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા જ ભાજપની બુધવારે મળનાર રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં સિક્યોર ઉમેદવારોના નામોને આખરી ઓપ આપી પ્રથમ યાદી તાત્કાલીક જાહેર કરી દેવાનો ગેમ પ્લાન ભાજપે બનાયો છે. હજુ વિરોધપક્ષો અને ખાસ કરીને ઈન્ડિયા ગઠ બંધનનો ટાંગામેળ થયો નથી ત્યાં ભાજપે 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા ધમધમાટ શરૂ કરી દીધો છે અને વિપક્ષોને ઉંઘતા જ ઝડપી લીધા છે.

Tags :
BJPgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement