For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

05:04 PM Oct 16, 2024 IST | Bhumika
દિવાળી પહેલાં ભેટ  મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર
Advertisement

વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે

દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement