ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી

10:55 AM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ

Advertisement

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી દેતી નું કામ સંભાળતા બ્રાસપાર્ટના એક વેપારીએ પોતાની સાથે રૂૂપિયા 13 લાખ ની છેતરપિંડી કરવા અંગે જામનગરના જ નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની પાસેથી બ્રાસનો ભંગાર ખરીદ કર્યા પછી અડધી રકમ ચૂકવીને બાકીની રકમનો ત્રાહિત વ્યક્તિનો ખોટો ચેક આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

ઉપરાંત તેની પેઢીના જીએસટી નંબર અને બિલ નો દૂરઉપયોગ કરી અન્ય પેઢી સાથે પણ બ્રાસપાર્ટના ભંગારની લેતી દેતી ના ખોટા વ્યવહાર કરવા અંગેનું સામે આવ્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની તેમજ જામનગરના ઉદ્યોગ નગરમાં મોદી મેટલ્સ નામની બ્રાસની પેઢી ચલાવતા અંતિમભાઈ ઠાકોરદાસ મોદીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે રૂૂપિયા 13 લાખ થી વધુ ની છેતરપિંડી કરવા અંગે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કારૂૂભાઈ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત જુન માસ દરમિયાન ફરિયાદી અંતિમભાઈ પાસે આરોપી સાગરે બ્રાસ નો ભંગાર ખરીદ કરવા માટે આવ્યો હતો, અને તેણે આશરે 2500 કિલો જેટલો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તે પૈકી અડધી રકમ આપી હતી. જ્યારે બાકીની 13 લાખ જેવી રકમ ચૂકવવાની બાકી રાખી હતી.
જેના બદલામાં તેણે એક ચેક આપ્યો હતો. જે ચેક અંગે ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક અન્ય કોઈ વ્યક્તિનો હતો. જેમાં તેણે પોતાની ખોટી સહી કરી હતી.

ઉપરોક્ત ચેક બોગસ છે તે અંગે સાગર નંદાણીયા ને જાણ કરી હતી, અને તેની પાસેથી બાકી રોકાતી રકમ અંગે અનેક વખત માંગણી કરી હતી, તેમ છતાં પૈસા આપ્યા ન હતા.
ઉપરાંત તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું, કે સાગરે બ્રાસ ભંગાર ખરીદ કરતી વખતે જે બિલ મેળવ્યું હતું, તે મોદી મેટલ્સ ના બિલ નો અને તેના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરીને જામનગર માં અન્ય પેઢીને માલ સામાનની લે વેચ ના ખોટા બીલો બનાવી છેતરપિંડી કરી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સાગર કારૂૂભાઈ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે આઇપીસી કલમ 406,420,468 અને પૂર્વયોધિત કાવતરૂૂં ઘડવા અંગેની કલમ 120- બી હેઠળ ગુનો નોંધ્યો છે, અને ગઈકાલે મોડી સાંજે સાગર કારુભાઈ નંદાણીયા ને ઝડપી લીધો છે, અને તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. ઉપરાંત તેને રિમાન્ડ પર લેવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Tags :
fraudjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement