રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોરવાડની ભૂમિ 10 ધીરૂભાઇને જન્મ આપે એવી ઇચ્છા: અનંત અંબાણી

12:58 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

અનંત અને રાધિકા અંબાણીના પ્રિ વેડિંગ સમારોહ અંતર્ગત ધીરુભાઈ અંબાણીના જન્મ સ્થળ ચોરવાડમાં ગઇકાલે સમસ્ત ગામનુ ભોજન સમારોહ આયોજીત થયુ હતું. જેમાં અનંત અંબાણીએ ચોરવાડની ધરતી અનેક ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવા આશીર્વાદ ચોરવાડના લોકો પાસેથી માંગ્યા હતા તો કોકીલાબેન અંબાણીએ આજે તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને યાદ કર્યા હતા.
ધીરુભાઈ અને કોકીલાબેનના વિવાહનું સ્થળ એટલે ચોરવાડ: આજે પણ ચોરવાડ અંબાણી પરિવાર માટે ખાસ મહત્વ ધરાવે છે. આજથી 70 વર્ષ પૂર્વે 12મી માર્ચ 1954ના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેનના વિવાહ પણ ચોરવાડમાં થયા હતા. જોગાનુંજોગ આજે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો છે જેને કારણે આજે ખુદ કોકીલાબેન અંબાણી ચોરવાડમાં સ્વયં ઉપસ્થિત રહીને ગામ સમસ્તને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારોહમાં આમંત્રિત કરીને ખૂબ જ હોશભેર તમામ લોકોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Advertisement

પ્રી વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકીલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર જોવા મળ્યા હતા. આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી. અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં 10 ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવી ઈચ્છા પણ અનંત અંબાણીએ આજે ગામ સમસ્ત રજૂ કરી હતી. તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા હતા. જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે વધુમાં કોકિલા બહેને ધીરુભાઈ અંબાણી સાથેના તેના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને ખાસ યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ માગ્યા હતા.

Tags :
Anant Ambanigujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement