ગોંડલનાં ઉમવાડા અંડરબ્રીજમાં ભર શિયાળે ચોમાસુ
ગોંડલ નાં મહત્ત્વ નાં રાહદારી અંડરબ્રીજ ગણાતાં ઉમવાડા અંડરબ્રીજ માં ચોમાસા માં તો પાણી ભરાતા જ હોય છે.પણ આજે ભર શિયાળે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.ટુ વ્હીલર કે ઓટો રિક્ષા પાણી માં ફસાયા હતા.તો ફોરવ્હિલ ચાલકો મહા મુશીબતે અંડરબ્રીજ પાસ કર્યો હતો.
શહેર થી માર્કેટ યાર્ડ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકોટ નેશનલ હાઇવે જવા માટે ઉમવાડા અંડરબ્રીજ ખુબ મહત્વ નો છે.અહી રોજીંદા હજારો વાહનોની અવરજવર રહેછે. પરંતુ અંડરબ્રીજ નીચે પાણી ભરાયેલા રહેવાથી રાહદારીઓ લપસવા થી માંડી નાના મોટા અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
અંડરબ્રીજ બન્યો ત્યાર થી આજ સુધી પાણી આવેછે ક્યાં થી ? એ રહસ્ય તંત્ર શોધી શક્યુ નથી.એ મોટું આશ્ર્ચર્ય છે. અંડરબ્રીજ ની જવાબદારી રેલ્વેતંત્ર ની છે.પણ રેલ્વે તંત્ર આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યુ છે. ત્યારે નગરપાલિકા દ્વારા પાણીનો કાયમી ઉકેલ લાવવા લોકમાંગ પ્રબળ બની છે.