ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની નાની મોટી 109 બોટલ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી. પોલીસે એસટીના છ ડ્રાઈવરો સહિત કુલ આઠ સામે ગુનો નોંધ્યો છે. અને પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરો તેમની નોકરી દરમ્યાન છૂટક વેચાણ માટે દારૂૂ લાવતા હોવાનું ખુલવા પામ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકવાણા સહિતના સ્ટાફે પૂર્વ બાદ તેને આધારે એસ.ટી. વર્કશોપ માં દરોડો પાડતા વર્કશોપના શેડમાં આવેલી ડ્રાઈવરોના સામાન રાખવાની ઓરડીમાં તલાશી દરમિયાન જુદા જુદા ડ્રાઈવરોની તાળા મારી રખાયેલી પેટીઓમાંથી તેમજ વર્કશોપ ના બાથરૂૂમમાં છુપાવી રાખેલ વિદેશી દારૂૂની જુદી જુદી બ્રાન્ડની 109 બોટલ મળી આવી હતી. વર્કશોપ માંથી દારૂૂ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અને પોલીસના દરોડા દરમિયાન ડેપો મેનેજર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. દરમ્યાનમાં એસટી વર્કશોપમાંથી દારૂૂ મળી આવતા આ મામલે નિલમબાગ પોલીસે આ મામલે વિરેન્દ્રસિંહ વાઘેલા (બરોડાની બસના ડ્રાઇવર), અર્જુન સિંહ ગોહિલ (દીવની બસના ડ્રાઈવર), નરેન્દ્રસિંહ જાડેજા(દીવની બસના ડ્રાઈવર),મિતુલભાઈ ખેરડીયા (બરોડાનીબસના ડ્રાઈવર), અજીતસિંહ જાડેજા (દીવની બસના ડ્રાઈવર) તેમજ હિરેન્દ્રસિંહ પઢિયાર (દીવની બસના ડ્રાઈવર) મળી કુલ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ડ્રાઈવરો પોતાની નોકરી દરમ્યાન દારૂૂની બોટલો વેચાણ માટે લાવતા હોવાનું ઝડપાયેલા એસટી વર્કશોપના સિક્યુરિટીગાર્ડ હીરા ઉર્ફે કિશન બચુભાઈ ગોહેલને વેચાણ માટે આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.