કાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ
ઢાંક તરફ જતાં રસ્તે બોથડ પદાર્થના ઘા ઝીંકી ભત્રીજાએ બાઈક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યુ પણ ભાંડો ફૂટી ગયો
બનાવ શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યા થયાનો ઘટસ્ફોટ
રાજકોટ જિલ્લાના ભાયાવદર ના રાજપરા ગામે ભત્રીજાએ તેમના કાકાને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કર્યા બાદ આ હત્યા ના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફોરેન્સિક પોસ્ટમોટમ કરતા મૃતકની હત્યા થયાનું બહાર આવ્યું હતું.આ મામલે મૃતકના દીકરીએ તેમના પિતરાઈ ભાઈ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ ભાયાવદરના રાજપરા ગામે રામ મંદિર પાસે રહેતા દેવીબેન કાનાભાઈ જોગ(મેર)(ઉ.22) એ પોતાની ફરિયાદમાં તેમના પિતરાઈ ભાઈ વિરમ ભુપતભાઈ જોગ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં દેવીબેન એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કાનાભાઈ અને માતા રુપીબેન ચારોલીયા ગામે આવેલી આઠ વીઘા જમીનમાં ખેતી કામ કરી પરિવારને ચલાવે છે.
કાકા ભુપતભાઈનો દીકરો વિરમ જેના પાંચેક વર્ષ પહેલા તેમની પત્ની વનિતા બહેન સાથે છૂટાછેડા થઈ ગયા હોય જેથી વિરમભાઈ પહેલા કેશુભાઈના ઘરે જમતા હતા અને છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી દેવીબેનના ઘરે જમે છે. અને ખેતી કામમાં મદદ કરે છે ક્યારેક દિવસ પહેલા દેવીબેન ના પિતા કાનાભાઈ ને વિરમ સાથે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ દેવીબેન બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
આ ઘટના બાદ તા.9/12ના રોજ દેવીબેન અને તેમના પરિવારજનો ઘરે હતા ત્યારે તેમને વિરમે ફોન કરી જણાવ્યું કે કાકા કાનાભાઈ સ્કૂટર ઉપરથી પડી ગયા છે અને તેમને ઇજા થઈ છે અને તેઓને વાડીએ આવવાનું કહેતા તમામ પરિવારજનો વાડીએ પહોંચ્યા હતા ત્યારે ત્યાં જઈને વાડીની રૂૂડીમાં જોયું તો કાનાભાઈ મેરૂૂભાઈ જોગ કે જેઓ મૃત હાલતમાં પડ્યા હતા. તેમને કપાળ અને નિર્ણ તેમજ જમણા નસકોરા બાજુમાં બીજા થઈ હતી અને તેમને લોહી નીકળતું હતું આ આ સમયે જણાવ્યું કે,કાકા બાઈક લઈને ભાગ તરફ જતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થયું હતું અને હું તેમને અહીં લાવ્યો છું આ ઘટનામાં બાઈક જોતા બાઈક નો આગળનો ભાગી ગયેલી હાલતમાં હતો અને લાઈટ પણ તૂટી ગયેલી હાલતમાં હતી.
આ ઘટના બાદ ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તેમને બનાવ શંકા સ્પદ લાગતા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને જેમાં કાનાભાઈ નું મોત બોથડ પદાર્થના ઘા ઝીંકી થયું હોવાનું બહાર આવતા પોલીસે વિરમને સકંજામાં લઇ સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેમણે જ ઝઘડાનો ખાર રાખી હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.આ મામલે દેવીબેને તેમના વિરુદ્ધ હત્યા અંગેની કલમ હેઠળ ગુનો નોંધયો હતો.
બનાવની જાણ થતાં જ ભાયાવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોરાજીના મદદનીશ નાયબ પોલીસ અધિક્ષક (ઉુજઙ) સિમરન ભારદ્વાજ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાતે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ સ્થળ પર બારીકાઈથી નિરીક્ષણ કરીને જરૂૂરી પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.