માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
48.90 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે કોન્સ્ટેબલ સતત સંપર્કમાં હતો
જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂૂ પકડવાની કાર્યવાહીના પડઘા હવે પોલીસ વિભાગમાં પડ્યા છે. કઈઇએ પોરબંદર-માંગરોળ હાઇવે પરથી યુપી પાર્સિંગના એક ટ્રકમાંથી સાત દિવસ પહેલા જ 48.90 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂૂ, ટ્રક અને મોબાઇલ ફોન મળીને પોલીસે કુલ 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેના બીજા જ દિવસે ફરી જુનાગઢ એલસીબીએ એ જ વિસ્તારમાંથી લાખોનો દારૂૂ ઝડપી પાડ્યો હતો.આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના ટ્રક ચાલક અફઝલઅલી સફાતઅલી મંસુરીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, એલસીબી દ્વારા ટ્રક ડ્રાઇવરની ઊંડાણપૂર્વક પૂછપરછ અને ટેકનિકલ સોર્સના આધારે હાથ ધરાયેલી તપાસમાં ગંભીર હકીકત ખુલી છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. આ દારૂૂના રેકેટમાં એક સામાન્ય માણસ નહીં, પરંતુ જે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો હતો, તે જ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે. આરોપી કોન્સ્ટેબલ અતુલ દાના દયાતર માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં કામ કરતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, જે સમયે કઈઇએ દારૂૂ ભરેલો ટ્રક રોક્યો હતો, તે જ સમયે ડ્રાઇવરનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આથી દારૂૂ મોકલનાર વ્યક્તિ ટ્રક ડ્રાઇવરનો સંપર્ક કરી શક્યો નહીં.
આથી, દારૂૂ મોકલનારે ટ્રકમાં લગાવેલ સેટેલાઇટ જીપીએસ સિસ્ટમ દ્વારા ટ્રકનું લોકેશન ટ્રેક કર્યું. જીપીએસથી જાણવા મળ્યું કે ટ્રક માંગરોળ-જૂનાગઢ હાઇવે પર ઊભો છે. દારૂૂ મોકલનારે તે વિસ્તારમાં આવેલી એક ઈંડાની લારી ધારકનો ફોન દ્વારા સંપર્ક કર્યો.
દારૂૂ મોકલનારે લારી ધારકને કહ્યું કે, મારો ટ્રક ત્યાં બંધ થઈ ગયો છે અને ડ્રાઇવરનો ફોન બંધ આવે છે, કૃપા કરીને ડ્રાઇવર સાથે મારી વાત કરાવો. તેના જવાબમાં ઈંડાની લારી ધારકે કહ્યું કે, સાહેબ, ટ્રક તો મારી સામે ઊભો છે, પણ અહીં પોલીસ પણ હાજર છે.આટલું સાંભળતાની સાથે જ દારૂૂ મોકલનાર વ્યક્તિ ગભરાઈ ગયો અને તેણે તરત જ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો.
આ ઘટનાક્રમ બાદ, જૂનાગઢ એલસીબી દ્વારા તાત્કાલિક તે ઈંડાની લારી ધારકને પકડીને સઘન પૂછપરછ કરવામાં આવી. આ પૂછપરછ અને અન્ય ટેકનિકલ તપાસના આધારે એલસીબીને માલુમ પડ્યું કે આ લાખો રૂૂપિયાનો દારૂૂ ટ્રકમાં મંગાવનાર ત્રણ વ્યક્તિઓ હતા. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં સૌથી ચોંકાવનારી વિગત સામે આવી કે આ ત્રણેય આરોપીઓ સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અતુલ દયાતર પણ સતત સંપર્કમાં હતો. એલસીબીની તપાસમાં કોન્સ્ટેબલ અતુલ દયાતરની પણ આ લાખો રૂૂપિયાના દારૂૂના ગુનામાં સંપૂર્ણ સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હતું.
આમ, જૂનાગઢ એલસીબીએ જીપીએસ, ઈંડાની લારીના ફોન કોલ અને ટેકનિકલ પુરાવાઓની મદદથી દારૂૂના આ રેકેટમાં સંડોવાયેલા પોલીસકર્મી સુધી પહોંચીને મોટી સફળતા મેળવી છે.
જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ગત 4 ડિસેમ્બરની 2025ની રેડ બાદ LCB દ્વારા ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોના આધારે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે, દારૂૂની હેરફેરમાં સંડોવાયેલા અન્ય ચાર ઇસમોના નામ ખુલ્યા હતા અને તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અતુલ દાના દયાતર, અસલમ પટેલીયા, મિતુલ ડોલુભાઈ દયાતર અને દેવશી નથુ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી છે.