જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી ભક્તિભાવ, સાંસ્કૃતિક ઝાંખી અને કલાત્મકતાનો અનોખો રંગ જામ્યો
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ અને લતા સુશોભનના અનોખા નજારાથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. માર્ગોમાં ઝગમગતી લાઇટિંગ અને સુશોભિત ઝાંખીઓએ ભક્તોને આધ્યાત્મિકતા સાથે સંસ્કૃતિનો અદભૂત અનુભવ કરાવ્યો હતો તેમ વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીશ્રી પરેશભાઈ રૂૂપારેલીયા એ જણાવતા કહ્યું કે શોભાયાત્રામાં પ્રસ્તુત થયેલા ફ્લોટ્સમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, ગોપીઓ સાથેનો રાસલીલા, માખનચોરી, ઓપરેશન સિંદૂર વગેરે સહિતનાં જીવંત પ્રસંગો રજૂ થયા હતા. આ ઝાંખીઓ નિહાળતા ભક્તોને એવો આભાસ થયો કે જાણે કૃષ્ણલીલા તેમની આંખો સામે જીવંત બની રહી હોય. તે જ રીતે, માર્ગોમાં લતા સુશોભન દ્વારા કરવામાં આવેલ રંગબેરંગી લાઇટિંગથી સમગ્ર નગર દિવ્ય ઉજાસમાં ઝળહળી ઉઠ્યું હતું. કૃષ્ણજીના જીવનપ્રસંગોને અનુલક્ષીને બનાવવામાં આવેલા આકર્ષક ડિઝાઇન તથા લાઇટિંગ ડેકોરેશન ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આવા સુશોભનથી માત્ર દૃશ્યઆનંદ જ નહીં પરંતુ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિની લાગણી પણ ઉદ્ભવી હતી. સાથે સાથે નાના બાળકોને શ્રીકૃષ્ણજીના જીવનપ્રસંગો સાથે પરિચિત કરાવવાનો આ એક સુંદર પ્રયાસ સાબિત થયો હતો. જન્માષ્ટમીના આ પાવન અવસર પર ફ્લોટ્સ અને લતા સુશોભનના ભવ્ય નજારાએ શહેરજનોને યાદગાર અનુભવ આપ્યો હતો, જે લાંબા સમય સુધી ભક્તોના હૃદયમાં અંકિત રહી જશે.
ટ્રક....
1 બજરંગ યુવક મંડળ
2 સરસ્વતી શિશુ મંદિર
3 સાર્થક યુવા ગ્રુપ
પ્રોત્સાહન...
1. શિવદવંશ રાવળદેવ સમજ
2. સીતારામ મિત્ર મંડળ
3. રોકડીયા મિત્ર મંડળ
4. સત્ય હનુમાન મંડળ
5. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ
ટ્રેક્ટર..
1. બજરંગ યુવક મંડળ
2. રંગીલા ધૂન મંડળ
3. સમર્પણ યંગ ગ્રુપ
4. જય વેલનાથ આજીડેમ
પ્રોત્સાહન...
1. રાજપૂત યુવા ફાઉન્ડેશન
2. ગાયત્રી પરિવાર
ફોર વ્હિલ
1. ક્રિષ્ના યુવા ગ્રુપ
2. બ્રાહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય
3. શ્યામ મહાદેવ
પ્રોત્સાહન..
1. જિયાંશ પાર્થ ડોબરીયા
2. રાધેશ્યામ ગૌ શાળા
3. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ
થ્રી વ્હીલ...
1. દ્વારકાધીશ ગ્રુપ
2. મામાં સરકાર ગ્રુપ
ટુ વ્હીલ..
1. રંગીલા હનુમાન
2. સમર્પણ યંગ ગ્રુપ
3. વિશ્વકર્મા ધૂન મંડળ
પ્રોત્સાહન..
1. રાજેશભાઈ ખેંસીયા
2. રવિ દિવ્યેશ મેઘાણી
3. રોનક ભાઈ પરમાર
પ્રથમ...
1. શક્તિયુવા ગ્રુપ-શક્તિ સોસાયટી
2. બાલકૃષ્ણ મિત્ર મંડળ-મયુર નગર
3. રાધેશ્યામ યુવા ગ્રુપ-ભગવતીપરા
દ્રિતીય......
1. કનૈયા ગ્રુપ-ઇન્દિરા સર્કલ
2. નકલંક યુવા-ભોમેશ્વર
3. મુરલીવાળા યુવા ગ્રુપ-હનુમાન મઢી
ત્રિતીય...
1. રોકડીયા મિત્ર મંડળ ગોકુલધામ
2. દ્વારકાધીશ હોટલ ગ્રુપ-સવાણી હોસ્પિટલ પાસે
3. જાગૃત હનુમાન ગ્રુપ-રાજારામ
લતા સુશોભનનાં પ્રોત્સાહનની યાદી
1. કનૈયા ગ્રુપ ગંજીવાડ
2. જય મચ્છોમા ગ્રુપ રણુજા
3. શ્રી કૃષ્ણ મિત્ર મંડળ આરાધના સોસાયટી
4. રામનાથ યુવા.. ચુનરવાડ
5. ખોડિયાર ગરબી મંડળ ગંજીવડ
6. કનૈયા ગ્રુપ.. બેડીપરા
7. દ્વારકેશ યુવા ગ્રુપ ગોકુલ નગર
8. જય દ્વારકાધીશ યુવા ગ્રુપ..છઝઘ પાસે
9. મચ્છો મા યુવા ગ્રુપ 150 રિંગ રોડ
10. રામનાથ યુવા 150 રિંગ રોડ
11. એકતા યુવા...નાણાવટી ચોક
12. અયોધ્યા ચોક મિત્ર મંડળ.. અયોધ્યા ચોક
13. ક્રિષ્ન ગ્રુપ અક્ષર માર્ગ
14. સનાતન યુવા ગ્રુપ.. રણછોદસ આશ્રમ
15. મેરે કાના.. જાકાશન
16.બંસીધર યુવા ગ્રુપ-અંકુરનગર
17. જયદીપ જેતાની-નવા થોરાડા