For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન: 6 ડિગ્રી

02:57 PM Jan 17, 2025 IST | Bhumika
ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન  6 ડિગ્રી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. આજે 6 ડિગ્રી સાથે નલિયા ફરી રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. જયારે રાજકોટમાં 24 કલાકમાં અઢી ડિગ્રી તાપમાન વધી 10.7 ડિગ્રીએ પહોંચી ગયુ છે.
હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર- પૂર્વ અથવા તો પૂર્વ તરફથી પણ થઈ શકે છે, જેથી ઠંડીનું જોર ઘટી શકે છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આજે બપોરના સમયે અમદાવાદ શહેરમાં પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી જ્યારે પવન આવે ત્યારે આંશિક ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

Advertisement

ગુજરાત પર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનની દિશા બદલાઈ શકે છે. તેમજ ઠંડીનું જોર ઘટી શકે છે. તેમજ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યાતાઓ છે. છેલ્લા ત્રણ દિવાસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાવા પામ્યો છે. તેમજ ઠંડા પવનોનાં કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોલ્ડવેવનાં કારણે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement