વિધાનસભાની બે બેઠક ઉપર આપ મેદાનમાં ઉતરશે ? કોંગ્રેસ સાથે બેઠક
- વિસાવદર અને માણાવદર બેઠકની માગણી, સાંજે કોંગ્રેસ સાથે બેઠક
ગુજરાતમાં ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે, આજે સંભવ છે કે, લોકસભા ચૂંટણીની જાહેરાત થાય, પરંતુ આ પહેલા વિપક્ષી પાર્ટીઓ મેદાનમાં આવી છે અને નવી રણનીતિ પર ચર્ચા કરવા એકઠી થઇ છે. સુત્રો તરફથી માહિતી છે કે, આગામી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી આપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે લડવા માંગે છે. આ અંતર્ગત આજે સાંજે રાજીવ ગાંધી ભવનમાં બન્ને પક્ષો એક સંયુક્ત બેઠક કરશે જેમાં આ અંગે ચર્ચા થશે.
ગુજરાતમાં AAPઅને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાશે, રાજીવ ગાંધી ભવનમાં આજે AAPઅને કોંગ્રેસની આ સંયુક્ત બેઠક યોજાશે. શક્તિસિંહ ગોહિલ સાથે અઅઙના નેતાઓ બેઠક કરશે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત સાગર રબારી, મનોજ સોરઠીયા જેવા આપ નેતાઓ બેઠકમાં હાજર રહેશે. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આ પ્રથમ બેઠક યોજાઇ રહી છે. વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા થશે. આજે સાંજે 4 વાગ્યે રાજીવ ગાંધી ભવનમાં બેઠક યોજાશે. ખાસ વાત છે કે, બન્ને પક્ષો વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને પહેલાથી જ ગઠબંધન થઇ ચૂક્યુ છે. હવે વિધાનસભા પેટાચૂંટણી માટે ગઠબંધન થઇ શકે છે. માણાવદર બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે. આ ઉપરાંત દાહોદ સહિત વધુ બે લોકસભાની બેઠકો પણ આપ લડવા માંગી રહ્યું છે. બેઠક બાદ AAPઅને કોંગ્રેસની યોજાશે સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજશે, જેમાં ખુલાસો થશે. સુત્રો અનુસાર, વિસાવદર અને માણાવદર બેઠક પર AAPચૂંટણી લડવા માંગી રહ્યું છે. પેટાચૂંટણીની 6 પૈકી બે બેઠક પર AAPચૂંટણી લડવા માગે છે.