For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લખી લ્યો... 7.50 લાખથી વધુ મતે જીતીશ: રૂપાલા

12:21 PM Mar 06, 2024 IST | admin
લખી લ્યો    7 50 લાખથી વધુ મતે જીતીશ  રૂપાલા
  • ‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો દૃઢ વિશ્ર્વાસ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદાર પરસોતમભાઈ રૂપાલા ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર રાજકોટ આવતા આજે તેઓ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. આ સમયે ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજયભાઈ પટેલે તેમને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી આવકાર્યા હતા અને મોઢુ મીઠું કરાવ્યું હતું.

Advertisement

ભારે ઉત્સાહમાં જણાતા કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલાએ ગુજરાતની તમામ 26 બેઠક પાંચ લાખના માર્જીનથી જીતવા સાથે રાજકોટની બેઠક 7.50 લાખના માર્જીનથી જીતવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. અને દેશમાં મોદીનું વાવાઝોડું ફૂંકાતા એનડીએ 400થી વધુ બેઠકો જીતશે તેવો દાવો કર્યો હતો.

ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાત સમયે પરસોતમભાઈ રૂપાલા સાથે મેયર નૈયનાબેન પેઢડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ભાજપના મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિન મોલિયા, માધવ દવે તથા મનિષ ભટ્ટ હાજર રહ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement