For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રણમલ તળાવની બગડતી હાલત મામલે તંત્ર આળસ ખંખેરશે?

12:34 PM Mar 18, 2024 IST | Bhumika
રણમલ તળાવની બગડતી હાલત મામલે તંત્ર આળસ ખંખેરશે
  • તળાવમાં ગંદકી ફેલાવવામાં શહેરીજનો પણ કસૂરવાર : દંડાત્મક કાર્યવાહી શરૂ કરો

જામનગરમાં આવેલું ઐતિહાસિક રણમલ તળાવ જામનગરની શોભાને ચાર ચાંદ લગાવે છે અને જામનગરના માથાના મુગઠની મણી સમાન ઝળહળે છે. પરંતુ જાળવણીનો અભાવ, તંત્રની આળસ અને અમુક શહેરીજનોની અણસમજને પાપે રણમલ તળાવ હાલ ગંદકીથી ખદબધી રહ્યું છે.જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારોભાર રોશની લાગણી જોવા મળી રહી છે. તંત્ર આ મામલે આળસ ખંખેરી અને વાસ્તવિક કામગીરી કરે તેવો લોકોમાંથી સુર ઊઠી રહ્યો છે.

Advertisement

જામનગરનું રણમલ તળાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પરંતુ આ તળાવની આજુબાજુના જ લોકો તળાવને નર્ક બનાવી રહ્યા છે. આ પવિત્ર જળ પ્રવાહમાં લોકો આડેધડ કચરો ઠાલવતા હોવાથી હાલ તળાવ ગંદકીમાં ફેરવાઈ ગયું છે.કચરો નાખવા ઉપરાંત ન્હાવા સહિતનો ઉપયોગ કરતા હોવાથી તળાવની દુર્દશા થઈ છે. છતાં પણ આળસુ અધિકારીઓ આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરતા નથી.
તળાવમાં બેફામ કચરો ઠલવાતો હોવા છતાં તંત્ર માત્ર બોર્ડ લગાવી અને સંતોષ માણી લેતું હોય તેવો ઘાટ સર્જાયો છે.

કારણ કે કચરો કરવા અંગે દંડની જોગવાઈ દર્શાવતા બોર્ડ જ્યાં લગાવેલું છે ત્યાંથી જ લોકો બેફામ કચરો ઠાલવી રહ્યા છે. જેનું પાછળનું કારણ એ છે કે આવું કરવાથી રોકનાર કોઈ ગાર્ડ કે તળાવને ફરતે રેંલિંગ ન કચરો ઠલવાઇ છે.પરિણામે પાણીમાંથી પણ દુર્ગધ આવી રહી છે. તો બીજી બાજુ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તળાવમાં ગંદકી કરતા લોકોને દંડ પણ ફટકારવામાં આવે છે. થોડા સમય પહેલા જ 30થી વધુ લોકોને દંડ ફાટકરવામાં આવ્યો હતો. એટલું જ નહિ 15થી 30 દિવસે તળાવની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે. પરંતુ લોકો દરરોજ વધુ માત્રામાં કચરો ફેંકી રહ્યા છે.

Advertisement

જામનગરમાં વર્ષે લાખો પ્રવાસીઓ પક્ષી જોવા આવી રહ્યા છે.આ પ્રવાસીઓ શહેરમાં આ તળાવ ખાતે પણ આવે છે. જો કે આ તળાવની હાલત જોઈને આબરૂૂ ધૂળધાણી થઇ રહી છે. આ અંગે વહેલી તકે કોઈ પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓ અને શહેરના જાગૃત નાગરિકોની માંગ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement