ટેસ્ટ બાદ odi કેપ્ટન તરીકે પણ રોહિત શર્માનું પત્તું કપાશે?
Bccca નવા કેપ્ટનની શોધ શરૂ કર્યાની ચર્ચા
રોહિત શર્માના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં અનેક અટકળો ચાલી રહી છે. t20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે તેના ઘઉઈં કેપ્ટન તરીકેના સ્થાન પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ મુજબ, bccca ODIટીમ માટે નવા કેપ્ટનની શોધ શરૂૂ કરી દીધી છે.
રોહિત શર્મા માટે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપની જીત એકમાત્ર મોટી સિદ્ધિ રહી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ખાસ કરીને ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ રોહિતની કેપ્ટનશિપના આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. 2024માં તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ જોઈએ તેવું નહોતું, જેના કારણે તે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો રોહિત શર્માની ઘઉઈં ટીમની કેપ્ટનશિપ પર કોઈ ખતરો છે અથવા BCCCI તેના પર દબાણ બનાવવા માંગે છે, તો હાર્દિક પંડ્યાને ઘઉઈં ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાએ છેલ્લા 2 વર્ષમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપનો અનુભવ મેળવ્યો છે, જે તેને આ પદ માટે મજબૂત દાવેદાર બનાવે છે.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ODI ચેમ્પિયન્સ ટ્રોફીને લગભગ દોઢ મહિનો બાકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ પહેલાથી જ જાહેર થઈ ગઈ છે, જેમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. જ્યારે રોહિત શર્મા ઝ20થી નિવૃત્ત થયો ત્યારે એવી અટકળો હતી કે હાર્દિક પંડ્યા તેનો ઉત્તરાધિકારી બનશે, પરંતુ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમ મેનેજમેન્ટ સાથે મળીને T20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપી દીધી હતી. હવે જોવાનું એ રહેશે કે BCCCI રોહિત શર્માના ઘઉઈં કેપ્ટનશિપ અંગે શું નિર્ણય લે છે.