રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાબરકાંઠામાં ફરી ઉમેદવાર બદલાશે?, તાબડતોબ નવી સેન્સ લેવાઈ

05:53 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં આગામી તા.7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપે ઉત્સાહમાં આવી ઉમેદવારો તો જાહેર કરી દીધા પરંતુ ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપમાં શરૂ થયેલી આંતરિક અસંતોષની આંધી ઠરવાનું નામ લેતી નથી. ભારે વિરોધના કારણે વડોદરા તથા સાબરકાંઠાના ઉમેદવારો બદલ્યા બાદ સાબરકાંઠામાં ભાજપની આંતરિક અસંતોષની આગ વધુ ભડકી ઉઠતાં ફરી એક વખત બદલાયેલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને પણ બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ તૈયારીના ભાગરૂપે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ સાબરકાંઠા દોડી જઈ નવા ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે અમુક આગેવાનોને સેન્સ પ્રક્રિયામાંથી બાકાત રખાતા તેના કારણે પણ નવો વિવાદ શરૂ થયો છે.

Advertisement

સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલી તેના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવતાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ છેલ્લા પાંચ દિવસથી ભારે હંગામો મચાવ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સાબરકાંઠાના સ્થાનિક આગેવાનોને ગાંધીનગર બોલાવી મીટીંગો કરવા છતાં મામલો થાળે પડયો નથી અને ગઈકાલે અરવ્વલી કમલમ ખાતે ભાજપના જ કાર્યકરોએ જબરી ધમાલ મચાવતા ભાજપના નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ભાજપના પ્રભારીને પાછલા બારણેથી ભાગવું પડયું હતું. આ સ્થિતિમાં કાર્યકરોમાં રોષ જોઈ આજે સવારે તાબડતોબ હર્ષ સંઘવી સાબરકાંઠા પહોંચ્યા હતાં.

સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂૂ કરી છે.. સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 4 કલાક ચાલેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂૂ થઇ છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે હર્ષ સંઘવીએ યોજેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જી.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડયા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંત પંડયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી. બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. જો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂૂ થયા છે.
સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.

Tags :
gujaratgujarat newssabarkanthaSabarkantha news
Advertisement
Next Article
Advertisement