સાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુના
રાજ્યભરની પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટમાં છ એકાઉન્ટ હોલ્ડરો, કમિશન એજન્ટો વગેરે મળી કુલ 17 આરોપીઓ સામે ગઇકાલે ગુના દાખલ થયા હતાં.જેમાંથી 11 આરોપીઓની આજે, સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, જુદા-જુદા રાજ્યોમાં 21 કરોડનું સાયબર ફ્રોડ આચરાયું હતું. જેમાં રાજકોટના 6 બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ તમામ બેન્ક ખાતામાં 21 કરોડ પૈકીના રૂૂા. 45 લાખ જમા થયા હતાં.
રાજકોટમાં હજુ બીજા ઘણા એવા એકાઉન્ટ હોલ્ડરો છે જેમના ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી. આવા એકાઉન્ટ હોલ્ડરો સામે હજુ વધુ ગુના દાખલ થશે. આવા તમામ એકાઉન્ટ હોલ્ડરોની સાયબર ક્રાઈમ પોલીસે માહિતી મેળવી લીધી છે. જેને કારણે આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થશે.
ઉલ્લેખનીય છેકે ઓનલાઈન કે સાયબર ફ્રોડના કિસ્સાઓમાં મોટાભાગે સૂત્રધારો પકડાતા નથી, તેને બદલે કમિશનથી પોતાના એકાઉન્ટ ભાડે આપનાર ’માછલી’ઓ પકડાતી રહે છે. આ જ કારણથી સાયબર ફ્રોડના ગુના અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મુખ્ય સૂત્રધારો એવા શાતીર હોય છે મોટાભાગે તેમનું નામ પોલીસને મળતું નથી. કે સાયબર ક્રાઈમ પોલીસે આજે 9 શખ્સો સામે વધુ પાંચ ગુના દાખલ કર્યા હતા. જેમાં આરોપી ગની ડાંગસિયા ઉપરાંત શાહનવાઝ ઇકબાલભાઈ હાસમાણી (રહે. રાજીવનગર, બજરંગવાડી)નો સમાવેશ થાય છે.આરોપી શાહનવાઝે આરોપી ગનીને બેંક ખાતુ આપતા તેમાં રૂૂા.પાંચ લાખ નાખ્યા હતા. બાદમાં 4,97,500 ઉપાડી લીધા હતા. જેમાં તેને રૂૂા.2500નું કમીશન મળ્યુ હતું.
બીજા કિસ્સામાં આરોપી સુમિત બારૈયા ઉપરાંત જયેશ પ્રવિણભાઈ પરમાર રહે. પો.હેડક્વાર્ટર સામે, જામનગર રોડ) અને સાગર વાઘેલા (રહે.શિતાજી ટાઉનશીપ) સામે ગુનો નોંધાયો છે. જયેશ પરમારે આરોપી સુમીતને ખાતાની પુરેપુરી કીટ આપી હતી. જેમાં તેને રૂૂા. 1 હજાર આપ્યા હતા. સુમીતે ફ્રોડના નાણા મેળવવા આરોપી સાગરને બેંક કીટ આપી હતી. જેમાં તેને રૂૂા.3 હજાર અપાયા હતા.
ત્રીજા કિસ્સામાં હિરેન પ્રવીણભાઈ મ સોલંકી અને કૈલાશ દિનેશભાઈ ઉભડીયા (રહે. બંને બેડી ગામ) સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યું કે, આરોપી કૈલાશે હિરેનના ખાતામાં બેંક ફ્રોડનાં રૂૂા.6.40 લાખ મેળવી વિથડ્રો કરી લીધા હતા.
ચોથા કિસ્સામાં અમીન ઇકબાલભાઈ પઠાણ અને સમીર આરીફભાઈ ખપીયાણી (રહે. બંને ગંજીવાડા) સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યું કે, અમીને તેનાં મિત્ર સમીરને બેંક ખાતાની પુરેપુરી કીટ આપી હતી. જેમાં તેને રૂૂા.પ હજાર અપાયા હતા.
પાંચમાં કિસ્સામાં વિપુલ મગનભાઈ ગોહેલ (રહે.વેલનાથ પાર્ક, કોઠારીયા રોડ) અને અજય રાજેશભાઈ લખતરીયા (રહે.રેલનગર) સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમા જણાવ્યું કે, ખાતાધારક વિપુલે તેના મિત્ર આરોપી અજયને બેંક ખાતું આપ્યું હતું. જેમાં 18.05 લાખ ફ્રોડના નાણા મેળવી વિથડ્રો કરી લીધા હતા.છઠ્ઠા કિસ્સામાં ભાવીન ઘનશ્યામભાઈ ધર્માણી (ઉ.વ.23, રહે, પરસાણા નગર, જામનગર રોડ) અને ધર્મેશ ગોસ્વામી ઉર્ફે ડી.કે. સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં ખાતા ધારકે ભાવીનના ખાતામાં ધર્મેશે ફ્રોડનાં રૂૂા.4.84 લાખ મેળવી વિથડ્રો કરી લીધા હતા.
સાતમાં કિસ્સામાં જીજ્ઞેશ કિશોરભાઈ લાંધણોજા (રહે.માં કોમ્પલેક્ષ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર), લલીત પ્રવિણચંદ્ર ધાનક (રહે. સંકલ્પસિધ્ધ અપાર્ટમેન્ટ, રેલનગર) અને પરેશ પટેલ (રહે. મોરબી) સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું કે, જીજ્ઞેશના અને લીલીતનાં બેંક ખાતામાં પ્રોપરાઈટર છે. આરોપી પરેશ તેના ખાતામાં નાણા નાખતો હતો. બંનેને 1 લાખ રૂૂપીયાએ 50 રૂૂપીયાનું કમીશન મળતું હતું.આઠમાં કિસ્સામા નિરવ હરેશભાઈ નડીયાપર (રહે. મારૂૂતીનગર, મવડી મેઇન રોડ) અને પાર્થ ઉર્ફે પપ્પુ મનીષભાઈ બારડ (રહે. નહેરૂૂનગર, નાના મવા મેઇન રોડ) સામે ગુનો દાખલ કરાયો છે. આરોપીઓએ બેંક ખાતામાં 6.59 લાખ મેળવી તેને ચેક અનેએ.ટી.એમ. મારફતે વિથડ્રો કરી લીધા હતા