For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ

04:55 PM Dec 13, 2025 IST | Bhumika
સુરતમાં 3 84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા  બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ

એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહેલા આ નેટવર્ક પર લીંબાયત પોલીસે સપાટો બોલાવીને કુલ રૂૂ. 3,84,500ની કિંમતની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

બનાવની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે એક આરોપી 500 રૂૂપિયાની નકલી નોટ બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાગૃત નાગરિકે આ નોટ શંકાસ્પદ જણાતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે લીંબાયત પોલીસની ટીમ તરત જ હરકતમાં આવી હતી.પોલીસે પકડાયેલા આરોપી સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સફીકુલ શેખે કબૂલાત કરી કે આ નેટવર્ક ફક્ત તેના સુધી સીમિત નથી. તેના તાર છેક ભેસ્તાન વિસ્તાર સુધી જોડાયેલા છે. પોલીસ ટીમે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નં-38 પર દરોડા પાડ્યા હતા. ત્યાં તપાસ કરતા રૂૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની 763 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. અગાઉ પકડાયેલી નોટો સાથે કુલ મળીને પોલીસે રૂૂ. 3,84,500ની કિંમતની 769 નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો.આ ઓપરેશનમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ, મોહમદ રાકીબ નાજીમુદ્દીન શેખ, તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ.
આ આરોપીઓની કાર્ય કરવાની પદ્ધતિ ઘણી ચાલાકીભરી હતી. તેઓ 500 રૂૂપિયાની નકલી નોટ આપીને માત્ર 50 થી 100ની નજીવી ખરીદી કરતા હતા. બદલામાં, તેઓ વેપારી પાસેથી 400 જેટલી અસલી કરન્સી પરત મેળવી લેતા. આ રીતે, નકલી નોટો બજારમાં પધરાવીને તેઓ અસલી રોકડ એકઠી કરતા હતા. શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને નાની દુકાનો તેમનો મુખ્ય ટાર્ગેટ રહેતા હતા. લીંબાયત પોલીસે હવે આ રેકેટના અન્ય સભ્યો અને નકલી નોટોના મૂળ સોર્સ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement